...

17 views

પ્રેમની પરિભાષા
ઘૂંટણિયે પડીને લાગણીઓને અભિવ્યક્ત કરવી, માત્ર એ જ પ્રેમ નથી.
સાથીનું મસ્તક ક્યારેય કોઈની સામે ઝુકવા ન દે, તે પણ પ્રેમ જ છે.

દરરોજ મુલાકાતો કરીને સાથે સમય વિતાવવો, માત્ર એ જ પ્રેમ નથી.
દૂર રહીને પણ એકબીજાને પ્રામાણિક હોવું, તે પણ પ્રેમ જ છે.

સાથી માટે પ્રેમભરી પોસ્ટ્સ સોશ્યિલ મીડિયા પર મુકવી,માત્ર એ જ પ્રેમ નથી.
કહ્યા વગર પણ એના મનોભાવોને સમજી જવા, તે પણ પ્રેમ જ છે.

જીવનનાં બધા દુઃખોને દૂર કરી દે, માત્ર એ જ પ્રેમ નથી.
દુઃખની ઘડીમાં પણ ચહેરા પર સ્મિત લાવી દે, તે પણ પ્રેમ જ છે.

-Hely Solanki