...

6 views

એ કેવુ?
તું આંખ ખોલે ને
હું ઓળખાઈ જાઉં,
તું સપના જોવે ને,
ઉજાગરા મારા થાય,
તારા આંગણે વરસાદ
ને હું ભીંજાઇ જાઉં,
તું ફૂલ માફક ઉગે
ને સુગંધીત હું થાઉ,
તું માફી માંગે ને,
મુરઝાઈ હું જાઉં,
તું આભ ને આંબે
ને વાદળ હું થાઉ.
એ કેવુ?
- દર્શના શિહોરા