પ્રેમની હકીકત
કયાંક આંખો હશે છે, તો કયાંક આંખો રડે છે,
લૈલા મજનુ જેવો પ્યાર ક્યાં કોઈને મળે છે.
કોઈ રૂપને ચાહે છે, તો કોઈ ધનને ચાહે છે,
સાચો આનંદ પછી ક્યાં કોઈને મળે છે.
વિરહની વેદનામાં જયારે હૈયું ઝૂરે છે,
પ્રેમના સૂરમાં પછી સંગીત ક્યાં ભળે છે.
બેવફાઈના ઘા જયારે કોઈ મારે છે,
પછી મલમ લગાવે ક્યાં કોઈને મટે છે.
એકબીજાનો જયારે વિશ્વાસ તૂટે છે,
ત્યારે પ્રેમની માળાના જાપ ક્યાં કોઈ રટે છે.
લૈલા મજનુ જેવો પ્યાર ક્યાં કોઈને મળે છે.
કોઈ રૂપને ચાહે છે, તો કોઈ ધનને ચાહે છે,
સાચો આનંદ પછી ક્યાં કોઈને મળે છે.
વિરહની વેદનામાં જયારે હૈયું ઝૂરે છે,
પ્રેમના સૂરમાં પછી સંગીત ક્યાં ભળે છે.
બેવફાઈના ઘા જયારે કોઈ મારે છે,
પછી મલમ લગાવે ક્યાં કોઈને મટે છે.
એકબીજાનો જયારે વિશ્વાસ તૂટે છે,
ત્યારે પ્રેમની માળાના જાપ ક્યાં કોઈ રટે છે.