...

5 views

વરસાદ
વાટ જોઈ તારી
ને આવ્યો વરસાદ,
જાણે તારી યાદોનો
લાવ્યો એ સાદ,
મનમાં મૂકયો એને
અનોખો સરવરાટ,
એના સ્પર્શથી થયો
ખળભળાટ,
ત્યાં અચાનક વીજળીનો
ગડગડાટ,
જાણે ચીરાઈ ગયો
સપનાનો શણગાર,
ને વર્તાઈ વાસ્તવિકતા
દળદાળ,
વાટ જોઈ તારી ને
આવ્યો વરસાદ.
-દર્શના શિહોરા