...

1 views

માં ચામુંડા ગરબા
ઝીણા ઝીણા રણકાર આજે ,
ગાજે ૧૪ ભુવનમાં રે આજે ,
નવલી નવરાતના રણકાર આજે ,
રમવા આવ્યા માં ચામુંડા રે આજે ,

સામૈયું રે કર્યું મીઠા ભાવથી આજે ,
સજ્યા ચોક રૂડા મોતીડે રે આજે ,
રૂડા નવરાત ના પડઘમ રે રૂડા વાગે ,
રૂડા તાણા ગામે ઉમંગ રૂડો રે જામે ,

દિવડે દીવડે અજવાળા રૂડા રે થતાં ,
માતા ચામુંડા રે ગરબે રૂડા રે રમતા ,
પ્રીતના પ્યાલે માં ચામુંડા ને વધાવું ,
શેરીએ શેરીએ રૂડા ફૂલડાં રે વેરાવું ,

સોના રથડે રૂપાના રથડે માં આવતા ,
હૈયા ની આશિષ સૌ પર વરસાવતા ,
ભક્તો આવો આજે તાણા રે ગામે ,
લાવજો માં માટે ચૂંદડી ને નારિયેળ ,

લાપસી ને લાડવા માં ને નીવેધ ચડતા ,
જ્યાં માં ચામુંડા હરખે ઉમંગે જમતાં ,
ભક્તો ની આસ્થા ને શ્રદ્ધા છે રૂડી ,
આવજો ભક્તો તમે હૈયાના ઉમંગે .


© All Rights Reserved