હું ગીર નો લાલ
હું ગીર નો લાલ
મારી ઘરતી ની કમાલ
ચારણ-સંત અને શુરવીર
મારી જનેતા ના બાળ.
દયા - દાતારી અમારે ડુગરે
બહારવટિયા પાળે દિલદારી
એ ઓળખાણ છે અમારી
કેસરની મીઠાશ અને કેસરી ની ત્રાડ
વટ વચનને વેર માટે લડી અમારી નાર.
અમારી નમણાઈ ક્યાંય નહી ભાઈ
નેસ ની મહેમાની વનરાજ માણી જાય.
દૂધડા દોહી દિકરીઓ જગદંબા કહેવાય
ભુટાકો થાય ભડવીર ને તો
ભોમકા ભૂલી જાય
"સંકેત" હું ગીર નો લાલ
મારી કલમે સરસ્વતી બેઠી માંય
ડો. માલા ચુડાસમા "સંકેત"
ગીર સોમનાથ
© All Rights Reserved
મારી ઘરતી ની કમાલ
ચારણ-સંત અને શુરવીર
મારી જનેતા ના બાળ.
દયા - દાતારી અમારે ડુગરે
બહારવટિયા પાળે દિલદારી
એ ઓળખાણ છે અમારી
કેસરની મીઠાશ અને કેસરી ની ત્રાડ
વટ વચનને વેર માટે લડી અમારી નાર.
અમારી નમણાઈ ક્યાંય નહી ભાઈ
નેસ ની મહેમાની વનરાજ માણી જાય.
દૂધડા દોહી દિકરીઓ જગદંબા કહેવાય
ભુટાકો થાય ભડવીર ને તો
ભોમકા ભૂલી જાય
"સંકેત" હું ગીર નો લાલ
મારી કલમે સરસ્વતી બેઠી માંય
ડો. માલા ચુડાસમા "સંકેત"
ગીર સોમનાથ
© All Rights Reserved