...

1 views

એટલે જ તું
મારી લાગણીઓ જ્યાં ઠાલવી શકું એ વ્યક્તિ એટલે તું,
મને મારી જ ઓળખાણ આપી શકે એ મિત્ર એટલે તું,
મારાં હૃદયમાં નાનપણથી ચિતરાયેલું યાદગાર ચિત્ર એટલે તું,
દુનિયાના બધાં સબંધોમાં નિર્દોષ સબંધ એટલે તું
મારા પોતાના જ ડર સામે નીડરતા એટલે તું,
જેને મારા કરતા મારા પર વધુ વિશ્વાસ એટલે તું,
મારા રહસ્યો કેહવાનો જ્યાં ભય નહિ એ પાત્ર એટલે તું,
મારી જાતને તમારી સામે છુપાવી ન શકું એ અરીસો એટલે તું,
મારી કલમના શબ્દો જ્યાં નિઃ શબ્દ થઈ જાય એ શબ્દ એટલે તું,
' ભાઈ ' શબ્દ સાથે હૃદય ધબકારો ચૂકી જાય એટલે તું.
' એટલે તું ' શબ્દ નો અર્થ એટલે જ ' ભાઈ ' તું.




© no