...

13 views

મિત્રતા
'દોસ્ત' તો ઘણાં હોય,પણ જે 'મિત્ર'નો સંબંધ નિભાવે
એ જ સાચી મિત્રતા.

બે ઘડીનાં વિખવાદ પછી પણ હોય તો એકના એક જ,
એ જ સાચી મિત્રતા.

મિત્રની સફળતાને ઈર્ષ્યા વિના સાચા દિલથી માણે,
એ જ સાચી મિત્રતા.

એકબીજાના સુખનાં સાથી અને દુઃખમાં આધાર બને,
એ જ સાચી મિત્રતા.

એકબીજા સાથે વિતાવેલી હરેક પળો કેમેરાથી વધુ દિલમાં કેદ હોય,
એ જ સાચી મિત્રતા.

વ્યસ્તતા વચ્ચે પણ એકબીજાને મળી યાદોને તાજી કરે,
એ જ સાચી મિત્રતા.

કહેવામાં બેમત નથી કે નસીબદારને જ મળે છે,
આવી સાચી મિત્રતા.

-Hely solanki