સમય વીતતો જાય છે..
બાળપણ મળ્યુ હતુ અદભુત,
રમત રમતા નીકળી ગયું,
હજી થોડું રમવાનું બાકી હતું,
પણ બાળપણ નો સમય વીતતાં વીતી ગયો..
જોત જોતા જવાની ઉમળકા ભેર આવી,
મસ્તી મજાક દોસ્તી માં જીવી લીધી,
હજી થોડી મસ્તી બાકી હતી,
પણ સમય વીતતાં વિતી ગયો...
સપના હતા ઘણા આંખો માં ,
કરવું હતું આસમાન સર,
કુટુંબ ની એ જવાબદારી નિભાવવામાં,
સમય વીતતાં વિતી ગયો...
બાકી છે હવે થોડું જીવન,
કરવું છે એ બધુજ જે પાછળ છૂટી ગયું,
પણ નવા સંબંધ નિભાવવા ની હોળ માં,
સમય વીતતો જાય છે...
© Ruchi Praful
રમત રમતા નીકળી ગયું,
હજી થોડું રમવાનું બાકી હતું,
પણ બાળપણ નો સમય વીતતાં વીતી ગયો..
જોત જોતા જવાની ઉમળકા ભેર આવી,
મસ્તી મજાક દોસ્તી માં જીવી લીધી,
હજી થોડી મસ્તી બાકી હતી,
પણ સમય વીતતાં વિતી ગયો...
સપના હતા ઘણા આંખો માં ,
કરવું હતું આસમાન સર,
કુટુંબ ની એ જવાબદારી નિભાવવામાં,
સમય વીતતાં વિતી ગયો...
બાકી છે હવે થોડું જીવન,
કરવું છે એ બધુજ જે પાછળ છૂટી ગયું,
પણ નવા સંબંધ નિભાવવા ની હોળ માં,
સમય વીતતો જાય છે...
© Ruchi Praful