...

2 views

જમાનામાં રહો છો
જમાનામાં રહો છો તો જમાનાના થઈ રહેજો
હૃદયમાં વાત હોય કોઈ તો જરા જલ્દી કહી દેજો
પછી ના વાત થઈ શકશે કે ના દિલ પણ રહી શકશે
તને આ દર્દની મારા લેતાં મજા કયારેય ના ભાળી

મિલનના એવા ઉન્માદો કે ખુદથી વિખૂટી થઈ
આવી ના ઘડી એ કે સમયથી કાંઈ ત્રુટિ થઈ
વીતી ગયો દાહડો ' ને સૂરજ પણ ડૂબી હાલ્યો,
ઢળી ગઈ રાત પણ જેવી, ઉષા ક્યારેય ના ભાળી,

દખે દુનિયાના રોતા'તા તમારી યાદ ઢાંકીને
રહ્યું આંખોમાં સમંદર,એ સહેરાને ઝાંખીને
સમંદર પણ સુકાયું 'ને હૃદયમાં દર્દ ઉમટાયું
બની બંજર ફરતી રહી,વફા ક્યારેય ના ભાળી

હલેસાં પણ નથી વાગી રહ્યાં તોફાની 'પવન' છે
નથી કોઈ આસરો જળેજળ ' ને ગગન છે
બચાવે કોણ મુજને, ફરક પણ ક્યાં છે તુજને
આવી લાચાર મારી દશા કયારેય ના ભાળી


© Pavan