...

2 views

મુલાકાત
મુલાકાત માંગુ ઘડી સાથ માંગુ
હાથોમાં તારો મખમલી હાથ માંગુ
લૂંટાવી જગતને મળે જો ઘડી ભર
મુસ્કાન તારી 'ને સંગાથ માંગુ
બીજું તો કશું મને જોઇએ ના
લહેકામાં તારો એ અંદાજ માંગુ
જાગીને કાઢી ઘણી રાતો આમ જ
હવે તારી બાહોંમાં હર રાત જાગુ
વર્ષોથી તરસ્યો છું ઝંખના છે તારી
મહેકથી આ તારી તરસ હું બુઝાવું
હજી કેટલી વાર લાગવાની તારે
કહી દે હૃદયથી જે વાત છું હું જાણું

© Pavan