...

9 views

લોકડાઉનની પળો
આત્મમંથન માટેનો આ શ્રેષ્ઠ સમય મળ્યો છે સૌને,
તેથી જ લોકડાઉનની આ પળો, ક્યારેય ભુલાશે નહીં મને.

શીખવા મળ્યું આ સમય પાસેથી,પૈસાના નહીં કોઈ મોહતાજ,
"જાન હૈ તો જહાંન હૈ", લોકો કહેતા ફરે છે કાલ ને આજ.

માત્ર આભાર જ માની શકીએ આપણે, ડૉક્ટર-પોલીસ-સફાઈ કર્મચારીનો,
સાચું કહું તો મને દેખાય છે એમાં, ચહેરો બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો.

રામાયણ મહાભારત સિરિઅલ્સના અવાજ ગુંજી રહ્યા છે ઘરોમાં,
ફરી ફરી ને જીવંત થયા આ પાત્રો, લોકોના અંતરમનમાં.

પતિઓ કહેતાં હતા પત્નીઓને,ઘરકામ કરવું એમાં વળી શું નવી આવડત,
હવે રહ્યા ચોવીસ કલાક ઘરમાં,ત્યારે સમજાઈ ગૃહિણીઓની સાચી કિંમત.

પ્રથમવાર આ રીતે કલમ ચાલશે મારી એનો અંદાજ ન હતો મને,
તેથી જ આ લોકડાઉનની પળો ક્યારેય ભુલાશે નહીં મને.