પ્રેમ સૌગાત
માની લીધું મેં શરૂઆત નથી થઈ તુજ સંગ ,
પણ આખરી શ્વાસ સુધી તારો સાથ જોઈએ છે .
તારા ખભા પર માથું રાખતાં મારા ચહેરા પર ખુશી આવતી ,
હીરા મોતી નહીં બસ મને મારી એ મુસ્કાન જોઈએ છે .
સાજ શ્રુંગાર ના સામાન શું સજાવશે મુજ યૌવન ને,
તુજ સાથ થકી સજે તન ને આત્મા મારી બસ એ સાથ જોઈએ છે .
જુએ છે આછું મલકાઈને મને જ્યારે તારી એક નજર ,
મળી જાય સુકૂન જે પળે દિલ ને બસ એ એક પળ જોઈએ છે .
દિવસ મહિના સાલ નો હિસાબ નથી...