...

3 views

દીલ ના કિનારે
એ કોઇ તો છે જેને હું બહુ યાદ કરુ છુ
દુર દીલ ના કિનારે એને બહુ મિસ્સ કરુ છુ

બચપન ની યાદો માં
જુવાની ના જોશ માં
ઘડપણ ની ઘડી ઓ માં
એ કોઇ તો છે જેને હું બહુ યાદ કરુ છુ

દરિયા ની લહેરો માં
ડુંગરો ની કોતરો માં
આકાશ ની ક્ષિતિજો માં
એ કોઇ તો છે જેને હું બહુ યાદ કરુ છુ

ઘર ના શાંતિ માં
ગલી ના એકાંત માં
રસ્તા ના રાહ માં
એ કોઇ તો છે જેને હું બહુ યાદ કરુ છુ

કોયલ ની કુહુ માં
સન્ગીત ના સૂરો માં
નવરાશ ની પળો માં
એ કોઇ તો છે જેને હું બહુ યાદ કરુ છુ

સવાર ના ઉજાસ માં
બપોર ના મધ્યાન માં
રાત ના અંધકાર માં


એ કોઇ તો છે જેને હું બહુ યાદ કરુ છુ
દુર દીલ ના કિનારે એને બહુ મિસ્સ કરુ છુ


-આગમ