...

17 views

પ્રેમ જોગણ
પ્રેમ જોગણ....

હું એક ભટકતી મુસાફર,
આશાઓના ખજાના સાથે તારે દ્વાર આવી ...
પ્રેમ જોગણ તારે દ્વાર આવી છે,

તારી યાદ માં તો શું બોલુ મારા યાર
આ લફ્જ પોતાનો દ્વાર પણ ભુલી
પ્રેમ જોગણ તારે દ્વાર આવી.

સપનાં તો વિખરાઈ ગયા, વાત ખુટી,
દિલ ની ઉર્મીનો પ્રવાહ ખાલી કરવા,
આ પ્રેમ જોગણ તારા દ્વાર આવી.

તારી ચાહ માં દોડતી આવી,
અંગે પ્રેમ કેરી ભષ્મ ચોળી જોગણ તારા
દ્વાર આવી,એક પ્રેમ જોગણ તારે દ્વાર પ્રેમ
ભિક્ષા માંગવા આવી,

આ પ્રેમ ની પળ યાદ દોહરાવા
પોતાના દિલ ની વાત કરવા
એક પ્રેમ જોગણ તારે દ્વાર પ્રેમ ની ભિક્ષા માંગવા આવી.

આંખ ખોલુ તું દેખાય હોઠ પર તુજ બોલાય
તારા નામથી દિ શરુ થાય,
ને તારા નામ થી રાત થાય
શ્વાસ મારા હોય ને હક તારો,
આ દિલ મારું હોય
એમાં તારી સહી હોય મારી ઉપર ,
આ દિવાની તારા દિલ દ્વારે
પ્રેમ ની ભિક્ષા માંગવા આવી.

તારા વખાણ તો કેવી રીતે કરું,
મારી પાસે કોઈ શબ્દ નથી,
ગુમનામ પાસેથી થોડા શબ્દ ઉછીના લાવી
એક પ્રેમ જોગણ તારા દ્વાર પ્રેમની ભીક્ષા માંગવા આવી.

વર્ષો થી તને ઝંખ્યો હતો,
તારા હાલ વર્ષા અને વીજ ને પુછતી હતી,
તારે દ્વાર ઝોળી લઈને આવી છે,
પ્રેમ જોગણ તારા દ્વાર
પ્રેમની ભીક્ષા માંગવા આવી,

શૈમી ઓઝા "લફ્જ"


© શૈમી ઓઝા "લફ્ઝ"