...

1 views

માં ચામુંડા રમો તમે આજ .
હે સોનાના ગરબે રે માડી રમો તમે આજ ,
હે હૂતો કરું તમને યાદ માડી રમો તમે આજ ,
સોનાના રે હે હે રૂપાના રે ગરબે માડી રમો તમે આજ ,
હે તાણાં કેરા ધામે માં ચામુંડા રમો તમે આજ ,

હે નવલી નવરાતના હે દેશી ઢોલ રૂડા રે વાગે ,
વાગે છે મારી માતા ચામુંડા ના તાણા રૂડા ધામ ,
હે આવ્યો અવસર હે આવી નવરાત આજે ,
હે મારી માતા ચામુંડાના તાણા રૂડા રે ધામ ,

હે સાથીયા પુરાવ્યા આજે આંગણિયા સજાવ્યા ,
હે મારી માતા ચામુંડાના આગમને હૈયા રે હરખાયા ,
હે સોનાના રે રથે માડી કુમ કુમ કેરા પગલે રાજ ,
હે પધાર્યા માડી આજ માં ચામુંડા રમો તમે આજ ,

હે ગરબો લઈને અમે તાણા ધામ આવ્યા રે લોલ ,
હે આવ્યા માડી ચામુંડા તમારા તાણા રૂડા રે ધામ ,
હે હૈયા કેરો આનંદ માં સમાયો ના સમાય આજ ,
હે હરખ રૂડો અપાર જો માં ચામુંડા રમો તમે આજ ,

હે મોતીડાં ના હાર લાવું સોના રૂપા ના રૂડા હાર ,
લાવું આજે માં ચામુંડા તમારે તાણા રૂડા રે ધામ ,
ગરબા કેરા પગલે માં આર્શીવાદ આપો તમે આજ ,
માં ગરબા લખું હું તો આજ માં ચામુંડા રમો તમે આજ .


© All Rights Reserved