યાદ આવે છે
ખુશીના કોઈક પ્રસંગમાં મુસીબત યાદ આવે છે,
ને ખુશીને પામવા ચુકવેલ એ કિંમત યાદ આવે છે.
તનખલા સ્પર્શના લઈને પ્રણયની આગ પેટવા,
કરેલી આપણે શ્વાસોની એ જહેમત યાદ આવે છે.
વ્યથાની ખાનદાની એવી છે કે છળે ન કોઈને સ્મિતથી,
ખુશીની સાથ આંસુઓની એ સોબત યાદ આવે છે.
હતી મુફલીસ દસા તોય આંખોમાં છલકાતા શમણાં,
ઓ ખ઼ુદા તારી દિલેરીને એ રહેમત યાદ આવે છે.
જુવો મને યાદ કરવાનો ઈજારો આપ ના લેતા,
તમારું ભૂલવાનું પણ એ ગણિત મને યાદ આવે છે.
પ્રસંગોપાત કયાંક ઠોકર લાગશે તમને પણ રસ્તામાં,
એ પ્રસંગોપાતમાં પણ મને મૂહબ્બત યાદ આવે છે.
હા, મિલનના બારણાં ક્યારેય નહીં ખુલે હવે,
જડેલી આ હસ્તરેખાઓમાં મને મારી કિસ્મત યાદ આવે છે.
© ashvin chaudhary