ભાન
ફૂલ ઓઢીને સૂતા છો, બોલતાં નથી,
થાકી ડોલાવી ડોલાવી, ડોલતાં નથી,
કેવાં પોઢ્યા છો આંખો પણ, ખોલતાં નથી...
જુઓ,
મેળો છે જામ્યો, આ શેરીના વાસીઓ,
ચિંતામાં ઉભેલા, સગાં-સહેવસીઓ,
સૌના મુખ પર છવાઈ ગઈ, કેવી ઉદાસીઓ...
જુઓ તો, કેમ ધ્યાન ધરતાં નથી,
આ ઉર દ્રવિત રુદન, કાને ધરતાં નથી,
કેમ મૌન પડ્યાં છો, હરતાં-ફરતાં નથી...
એવા વ્હાલાં છે ફૂલ, કે ત્યજતા નથી,
મારાં હૈયું બેચેન, એ સમજતાં નથી,
જીવતાં શરીર, આમ સજતાં નથી...
કહો ને,
કેમ ઠાઠડીએ બાંધ્યાં, લોકો એ તમને,
જીવે છે ભરથાર મારો, કહી દો એમને,
કેમ અળગા કરો છો, આવી રીતે અમને...
ઉઠો ને, કહો ને,
મારી પાસે રહોને,
આ શૈયાં ત્યજોને...
© Pavan
થાકી ડોલાવી ડોલાવી, ડોલતાં નથી,
કેવાં પોઢ્યા છો આંખો પણ, ખોલતાં નથી...
જુઓ,
મેળો છે જામ્યો, આ શેરીના વાસીઓ,
ચિંતામાં ઉભેલા, સગાં-સહેવસીઓ,
સૌના મુખ પર છવાઈ ગઈ, કેવી ઉદાસીઓ...
જુઓ તો, કેમ ધ્યાન ધરતાં નથી,
આ ઉર દ્રવિત રુદન, કાને ધરતાં નથી,
કેમ મૌન પડ્યાં છો, હરતાં-ફરતાં નથી...
એવા વ્હાલાં છે ફૂલ, કે ત્યજતા નથી,
મારાં હૈયું બેચેન, એ સમજતાં નથી,
જીવતાં શરીર, આમ સજતાં નથી...
કહો ને,
કેમ ઠાઠડીએ બાંધ્યાં, લોકો એ તમને,
જીવે છે ભરથાર મારો, કહી દો એમને,
કેમ અળગા કરો છો, આવી રીતે અમને...
ઉઠો ને, કહો ને,
મારી પાસે રહોને,
આ શૈયાં ત્યજોને...
© Pavan