...

10 views

સમય સે બળવાન દુજા ન કોય
✏️✏️✏️✏️✏️✏️✏️✏️
📚 *સાહિત્ય જગત*📚
   (કલમ-ઓળખ તમારી)

          *SJ NO.- 25*
         *પદ્ય સર્જન*
તા. 24/12/23 થી 29/12/23

✏️ *પદ્ય વિભાગ*✏️

ચિત્ર નંબર:-  બંન્ને

શિર્ષક: સમય સે બળવાન દુજા ન કોય

વ્હાલસોયાને પ્રેમથી સિંચે,
મુક્ત મને,કલબલ કરતાં પંખી રે,,,
અમે તો મુક્ત મને ઉડતા રે,,,
માતાનુ વાત્સલ્ય ને પિતાની કડક
વલણમાં પણ કુણી લાગણી છૂપાયેલી, ગમે તેવી વિપદા આવે ને જાય, શુ ફેર પડે મનવા?
મુક્તમને અમે વિહરતા રે,
માતાનો પ્રેમ જે સંઘર્ષ સામે ની હિંમત આપે,તો અરે,,, આ શુ
જાણી જોઈ શ્વાસ રુધાય રે
જીવની કેવી દુર્દશા થાય?
જ્યારે આગળ વધીએ મનથી
ત્યારે આપણા જ હથિયાર બની
પંખ કાપે, આ તે કેવી દશા?
એક મુક્ત જીવ સ્વતંત્રતા ઝંખે,
એનીય કિંમત મળે છે દુનિયામાં
ગમને દુઃખ ચહેરા ધોળા હોય કે કાળા અંદર તો ભર્યા છે સમાન
લોહી માંસ અસ્થિ,આમ જ જીવનમાં કોઈવાર બની જવાય છે
ભિસ્તિ,ચહેરો હોય માસુમ ત્યારે
માણસ અટવાઈ જાય છે,આ જાલીમ દુનિયામાં કોણ કોનું હોય છે? જેને પોતાના માનો એજ તમાચો
મજાનો આપી દુનિયાથી અવગત કરાવે... પરિવારનો કકડાટ જ
માણસને માનસિક થકવી દે  છે,
માણસના દુશ્મન ઘણીવાર
સમજી બેઠા હોય જેને એ પોતાના જ નિકળે છે નકામા,આ ભીડમાં
સૌ કોઈ પત્તુ કાપી આગળ વધે છે.
આ હરિફાઇમાં કોણ આપણુ
કોણ દુશ્મન શોધવુ ઘણું કાઠુ
કહ્યા વગર જ ઘણું શીખી જવાય....

✒️ *બાંહેધરી : હું શૈમી ઓઝા "લફ્ઝ" "મીરાં" આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*


© શૈમી ઓઝા "લફ્ઝ"