કોરી આંખો ને ભીની પાંપણો
આ નીલું ગગન, ઠંડા પવનના સુસવાટા, રંગીલુ વાતાવરણ , આસપાસના લોકોના ચેહરા પરની ખુશીઓ, ભીની રેતીમાં બનાવેલા ઘર અને દોરેલા દિલની વાતો, ગરમાગરમ મકાઈના ભુટ્ટાના સ્વાદની સાથે મહેકતી ભૂમિ એટલે મોજીલા ભાવનગરનો અરબી સમુદ્રનો દરિયાઈ કાંઠો.
" ઘરે જઈને તરત જ ફોન કરજે કે મેસેજ કરી દેજે, હું રાહ જોઇશ." આરવીના કાને આ શબ્દો અથડાતા જ એના પગ કોમળ રેતીમાં સહેજ વધારે ખૂંપી ગયા. શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયો ને આંખમાં ઝળઝળીયા આવી ગયા. વર્ષો પહેલાંની યાદો પતંગિયાની માફક આંખોની આસપાસ ઉડવા લાગી.
ત્રણ વર્ષ પહેલાં પોતે આ રીતે આરુષ સાથે આ જ રીતે છેલ્લી વાત-ચીત થઇ હતી બઉ ખુશ હતી એ દિવસે આરવી, આરુષ એના મમ્મી પપ્પાને તેમના સંબંધ વિશે વાત કરવાનો હતો, આજનો સોનેરી સૂરજ જાણે એના માટે જ ઉગ્યો હતો. ઘરે પહોંચી ને મમ્મીને બૂમ પાડીને કૉફી બનાવા કહેલું. પછી બેડરૂમમાં જઈને ફોન ચેક કરું.
...