...

6 views

મારી સાહિત્ય યાત્રા
સાહિત્ય પ્રકાશ 📝
*મારાં માટે સાહિત્ય ક્ષેત્રે 2023નું વર્ષ કેવું રહ્યું?*

હું શૈમી ઓઝા "લફ્ઝ"અને "મીરાં" ના ઉપનામ થી લખું છું. મહેસાણા થી છું. એમ.એ.નો અભ્યાસ કરું છું.
હું પહેલેથી જ વિચારશીલ હતી. ધીમે ધીમે મારા વિચારો અને ઉર્મીઓને શબ્દોમાં ઢાળતા શીખી.હું રહી 1997નુ મોડલ...
2014 માં કેમ કોલેજમા પ્રવેશ લીધેલો. શાયરીઓના ટ્રેંડમાં પોતાની જાતને એવી રંગી કે વોટ્સએપ સ્ટેટસમાં શાયરી
અરે... રે... આ શુ? જે કોઈ હોય એ એક જ સવાલ કરે કે તમે તો બહુ ભારે કરી હો બાકી?
આ તો ટ્રેન્ડ હતો. અહીં પ્રભાવ ન પડે એવું તો કેમનું બને? 21વર્ષની ઉંમરથી લેખનની દુનિયામાં કદમ રાખ્યું.ધીમે ધીમે પોતાની જાતને શોધતી ગઈ.પહેલી કવિતા મારી કોલેજના યાદગાર દિવસો પર હતી.
ધીમે ધીમે લેખનની સફર શરૂ થઈ ગઈ.સૌ વાચકમિત્રોનો સારો એવો સાથ સહકાર મળ્યો.
હું ઓપન માઈક કાર્યક્રમમાં જાવ છુ.
આકાશવાણી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ મારી રચનાનુ પઠન નીશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.જી.ટી.પી.એલ.ચેનલમાં પણ મને મારી રચના પઠન કરવાનો મળેલો.
નવભારતમા નવોદિત લેખિકા તરીકે મારો લાઈવ ઈન્ટર્વ્યુ હતો.મને ગાવાનો, લખવાનો,વિડિયો એડિટિંગ કરવાનો,નવી નવી કલાઓને શીખવાનો ખુબ શોખ છે.
મારી રચનાઓને દિવ્યભાસ્કર કેનેડા ના ગુજરાતી ન્યુઝ લાઈન, અમેરિકા નુ ન્યુઝ પેપર રાષ્ટ્રીય દર્પણ,સંદેશ નારીપુર્તી,બનાસ બચાવો,ન્યુઝીલેન્ડના ન્યુઝ પેપર નમસ્તે ગુજરાતમાં,ગુજરાતી છાયા રાજકોટ, સુરતમિત્ર,સુરત,નમસ્તે ગુજરાત કપડવંજ,સત્ય ડે વલસાડ, શબ્દસૃષ્ટિ, પગદંડી ભાવનગર, સ્પંદન ગ્રુપ,ન્યુઝપેપર,જનતા જોશ,પરિચય ટોક મેગેઝીન અમદાવાદ,પહેલ મેગેઝીન, સોનેરી સુરત, ધ કિંગ ઓફ ન્યુઝમા મારી રચના આવી છે.હું પ્રતિલિપી,માતૃભારતી,બ્લોગર,પોકેટ નોવેલ,સ્ટોરી મિરરમા હું સતત કાર્યશીલ છું.હું સાહિત્યના ગ્રુપમાં સતત લખતી રહું છું... સૌનો સાથ સહકાર મળતો રહે છે.

મારા સહિયારા સંગ્રહ

1)વ્હાલમ આવો ને...વ્રજ રેકોર્ડ વિનર,
2)પડઘાની પ્રતિતી...
3)અસ્તાચળ
4)પરવરિશ
5)my mind their thogth
6)અલ્ગારીના ઓજશ
7)લવ ઈન ક્રેડિબલ
8)મંઝિલ કા સફર
9)સ્ત્રી
10)પ્યાર મેં સરાબર
11)વાર્તાવિહાર
12)શહ...હ...
13)remising the year 2019
14)સાહિત્યનો વનવગડો...
15)મારી સ્વતંત્ર પુસ્તક કોરી આંખે ભીના સપનાં જેનું કામ ચાલે છે.
16)ફ્રેન્કી બોન્ડ
17)ધન્યધરા વઢિયારની
18)નાટકની ભરમાર
19)ગોલુમોલુ

      મને સ્ટોરી મિરર એપ અને સાહિત્યના ગ્રુપો દ્વારા મારી રચનાને પ્રમાણપત્રો દ્વારા સન્માન મળતું રહે છે.ઓપન માઈક કાર્યક્રમમાં પણ મને શ્રોતા મિત્રો નો પ્રેમ મળતો રહે છે. સાહિત્યમાં એક આગવી ઓળખ વિદેશમાં પણ મારુ નામ ગુજતુ રહે એવી ઝંખના સાથે હું પોતાની જાતને મારી લેખનકલામાં સતત મઠારતી જાવ છું.પ્રતિલિપીમા મારી નવલકથાઓ પ્રકાશિત કરતી રહુ છું...આજીવન વિદ્યાર્થી રહેવું મને ગમે છે.હજીય નવુ નવું શીખવા મળે છે ને નવા નવા શબ્દો મળતા કલમની સાથે કલ્પના પણ સજાગ થઈ છે.જડતા તો માનો ચાલી જ ગઈ છે.

    આપ સૌનો પ્રેમ મને નવું નવું સર્જન કરવા માટે પ્રેરે છે.આપ સૌનો પ્રેમ મને આમ જ મળતો રહે. આપનો દિલથી આભાર સફર નિરંતર ચાલતી રહે છે.અનુભવ થી ઘડાઈ એ છીએ....

મને મળેલા એવોર્ડ

હિલેરિયસ ગ્રુપ તરફથી મળતો યુવા રાઈટર એવોર્ડ 2020

ભાવિની બેન જાની દ્વારા સન્માન થયેલું મારુ લવ ઈન ક્રેડિબલ સહિયારા પુસ્તકના વિમોચન પર 2021

મહેફિલ પરિવાર દ્વારા લાગણીના પડઘમ સહિયારા પુસ્તક પર થયેલું સન્માન 2021

શબ્દો ની હરિફાઈ દ્વારા મળેલો ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ સન્માન 2021

વાલમ આવોને સહિયારા બૂક પર મળેલો વ્રજ રેકોર્ડ સર્ટિફિકેટ 2022

અસ્તિત્વ ના આત્મ વિલોપન પુસ્તક નિમિત્તે મળેલુ મેજીક બૂક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ 2022

અક્ષરમૈત્રી પરિવાર દ્વારા આભાબહેન મહેતા ના હસ્તે થયેલું સન્માન 2021

અમારા ગામના બહુચર કલામંડળ દ્વારા  થયેલું સન્માન 2021

પ્રતિલિપી દ્વારા ગોલ્ડન બેજ સુધી સફર કરવા બદલ સન્માન 2022

આંતર રાષ્ટ્રીય દિકરી દિવસે શ્રી રાજભાઈ ધામોલિયાના હસ્તે થયેલું સન્માન 2022

કવિમંચ પરિવાર દ્વારા યુવાદિન,સમર્પણ સ્પર્ધા પર મળેલ સન્માન 2023

સાહિત્ય વારસો તરફથી મળેલ શૈલેષભાઈ પંડ્યા અને માયુસ ભાઈ ચાણસોલના હસ્તે સન્માન 2023

કવિજગત પરિવાર દ્વારા યોજાયેલા મારા ઈન્ટર્વ્યુ પર વિઝન રાવલ સર દ્વારા સન્માન 2023

સાહિત્યના ગ્રુપો દ્વારા મારી રચના પર મને સન્માનપત્રો મળતા રહે છે.

હિલેરિયસ પરિવાર દ્વારા આયોજિત એન્યુઅલ ફંક્શન 2024માં મારુ સન્માન થયું...

કવિમંચ પરિવાર દ્વારા મળેલ સમર્પણ સ્પર્ધા,સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર આધારિત 2023-24 કાવ્ય સ્પર્ધા મા મારુ મેડલ પુસ્તક અને પેન દ્વારા સન્માન કરવામાં આવ્યું.


© શૈમી ઓઝા "લફ્ઝ"

(નોંધ:આ મારી સાહિત્ય યાત્રા છે.પોતાની જાતની વાહવાહી નથી કરી રહી)