...

1 views

જીંદગી પતંગ જેવી
જીંદગીમાં આપણે ગમે તેટલી ઊંચાઈએ હોઈએ, આપણને ઘણી વાર એવું લાગે છે કે કેટલીક બાબતો જેની સાથે આપણે જોડાયેલા છીએ તે આપણને ઊંચાઈ પર જતા અટકાવે છે..પછી એ ઘર હોય કુટુંબ હોય શિસ્ત હોય માતાપિતા હોય ગુરુ હોય કે સમાજ અને આપણે તેમનાથી મુક્ત થવા માંગીએ છીએ પણ વાસ્તવમાં આ દોરો જ છે જે આપણને તે ઊંચાઈ પર રાખે છે..

આ દોરો વિના આપણે એક વાર ઉપર જઈશું પણ પછી આપણે દોરા વિનાના પતંગની જેમ જ નીચે જમીન પર જ આવીશું...

"તેથી, જો જીંદગીમાં ઊંચાઈ પર રહેવા માંગતા હોવ, તો આ દોરો સાથેનો સંબંધ ક્યારેય તોડશો નહીં.."

ક્યારેક ઠંડી છાંયડા જેવી તો ક્યારેક મોજા સામે લડતી હોડીની જેમ આ વળાંકો બદલાતી ઋતુઓ જેવી

ક્યારેક પાણીની જેમ આકાશમાં વહેતી તો ક્યારેક આકાશમાં દોરની આસપાસ ઘૂમતી ક્યારેક બાળકની જેમ જગડતી તો ક્યારેક યોદ્ધાની જેમ જંગ છેડતી

દોરા અને પતંગ જેવા જોડાણના સફળ સંતુલનથી મેળવેલી ઊંચાઈને "સફળ" જીંદગી કહેવાય છે.

© Shagun