...

1 views

કૈલાસમ
ઓમ નમઃ શિવાય
આપણ ને ખબર છે કે આ જગતમાં જે છે એ પકૃતિ ની દેન છે.અને મનુષ્યએ નિર્માણ કરેલું કૃત્રિમ છે.
એક દાવો એમ પણ કરવામાં આવે છે કે કૈલાસમાં
પરગ્રહવાસી જોવા મળે છે અને ત્યાં એવું મશીન છે જે થી ત્યાંનું વાતાવરણ અલગ છે બીજા વાતાવરણથી.
એક સવાલ એવો થાય કે જો કૈલાસમાં કોઈ ઉપર ચઢી નથી શકતું તો મશીન કોને બેસાડ્યું હશે.
કોઈ આપણાથી પણ વિકસિત માનવ એ કે એલિયન્સ એ?

આ બધી કલ્પના પણ હોય શકે અને વિજ્ઞાન ના દાવા પણ હોય શકે.
જયા શિવ છે તપસ્યા કરતાં સન્યાસી ત્યાં એમને ડિસ્ટર્બ કરવા કોઈ જઈ નહિ સક્તું હોય.
ત્યાં નવ દસ ફીટ લાંબા અગોરી,તપસ્વી,સાધુ,મુનિ ને પણ જોયા છે ગુફામાં બરફ ના પહાડો અને શિખીર ની ચોંટી પર બેસી ને છુપાઈ ને સાધના કરતા સાધકો હોતા જ હશે.

એમના જીવન નું હેતુ સાધના માં જ હશે.આપણાથી વિશેષ અને પરે હશે.શક્તિ ના સાધક હશે.
શિવ ના ભકિત હશે.
જો કૈલાસ અને માનસરોવર ની યાત્રા કરતી વખતે અલગ અલગ અનુભવ થતાં હોય છે .
કોઈ પોતાના ગુરુ ને તો કોઈ શિષ્યને લઇ ને જઈ છે
કોઈ દર્શન માટે તો કોઈ આનંદ માટે જાય છે.
કોઈ ટોળામાં તોંકોઈ એકલા જ જાય છે.
પણ કેહવાય છે કે જેને એક પણ પાપ નથી કર્યા એ જ કૈલાસ પર ચઢી શકે છે.
એવું કોઈ માનવી હશે ખરું.
જે ચઢી જય છે અમસ્તું એ પાછી નથી આવતું.

તો કોણે ત્યાં મશીન બેસાડ્યું ? ત્યાં એ હશે કે ભાસ હશે કોણ જાણે?

કૈલાસમ કૈલાસમ
© prachirav