...

3 views

દેવલી

ના હો દેવલી તું નાહકની ચિંત્યા કરે છે.તારો જન્મારો આખોય લીલોતરી સમો છે.આ તો જીવતર કેવાય..... અને હાલનું જીવતર એટલે દીઠાનુ ઝેર......રાજાના ઠાઠ સમો ઠાઠ સૌને જોઈએ છે પણ, ગરીબોના ઘરનું તો દૂરથીએ અજવાળું નથી જોઈતું...!..ભલે તેનું ખોરડું લીંપ્યુ ગૂંપ્યુ હોય ને જાહોજલાલી અને તેને સાત પેઢીનોએ રિશ્તો ના હોય.પણ,નાતમાં સઘળેય તેનું ખોરડું ગુણોથી ગવાયેલ મહેલ છે.ખોરડાનો હર જણ એટલે લોકોના વિચારોમાં જાણે રામનો અવતાર..! હવે તુંજ કેહ કે આમાં તને ક્યાંય પણ ઝેરનો ઘુંટડોય દીઠે છે.
પરષોત્તમ પોતાની વહાલી વચલી દીકરી દેવલીને તેના માટે માંગું આવેલ તે કાનજીની ગરીબીના વખાણ કરીને હા ,ભણાવવા મથતો હતો.
દેવલી...... સાત સમંદર પારથી ચોરીને ઉપાડીને લાવેલ ગોરા બદન જેવી.ઊંચો પાતળિયારો દેહ,લચકતી લાંબી અને પાતળી કમર, અણિયાળી આંખો જાણે ક્લિયોપેટ્રાનો પુનર્જન્મ, હરણી રેકા પગમાં ખનન...ખનન.... થતી ઝાંઝરનો રણકાર,નાગણીને પણ વામન કરતો કાળો ભમ્મર કેડ હેઠો ચોટલો ,અપ્સરાના ઉભરાયેલા વક્ષ:સ્થળ સમા પેય:સ્થળ ,ભરાવદાર ગોળ મટોળ,માંસથી ભરચક, ખંજનથી કામણ કરતા ગોરા ગોરા ગાલ, મીનપિયાસી સમા અધર ને નૂતનનું અણિયાળું નાક એટલે કે વર્ષોની પરોજણથી ભગવાને ઘડીને તૈયાર કરેલી જીવંત મૂરત એટલે દેવલી..... હો....
બે બહેનો અને એક ભાઇમાં વચોટ તેના લગ્નની વાત થઇ રહી હતી.મોટી રાધા સાસરિયે સુખેથી બેક વર્ષ પહેલાં જ ઠરીઠામ થઈ ગઈ હતી.નાનો ભાઈ દેવો..દેવાયત..હજુ ઓન દસમામાં આવ્યો હતો.સત્તર વટી ગયેલી દેવલી પર ગામના હંધાય જુવાનોનો ડોળો ફરતો હતો.પણ, દેવલી એટલે પવિત્રતા અને સંસ્કારોની મૂર્તિ,બાપની લાજને માથે ઓઢીને ફરતી સીતા જોઈલો.સૌને પ્રેમાળ નજરોથી ઘાયલ કરતી હરણી... તેને પોતાનો એકજ સાથી ભવ ભવનો રહેશે...અને તે પણ ,થનારો ભરથાર તેવી નેમ લઈ લીધી હતી....અને આજ નેમ હતી તેના સંસ્કાર, ચરિત્ર અને આબરૂનું દર્પણ....
પણ આ દેવલી પર વાત આવી હતી.ગામનાજ કાનજીની.કાનજી એટલે ગરીબડી ગાય.ના કોઈ હારે કઈ લપ્પન છપ્પન કે ના કોઈ હારે કંઈ માથાકૂટ..શરીરનો ખડતલ તો એવો કે જાણે મનખના પેટે ચિત્તો અવતર્યો હોય.કાયા પડછંદ,દેહ કસીલો ને છાતી તો જાણે ખેંચાયેલા ધનુષની પણછ,.મોટિયાળી આંખો ને ભ્રમર તો કોઈ સાધુડાના ભૃકુટી સમા,અદ્લ કોઈ સાધુડાના વેશમાં પહેલવાન જોઈ લો.પણ,મનથી ભીરુ હો ! બહાદુરીના બે મમરા પણ તેના તોલે ના આવે તેટલો તે શાંત,શર્મીલો ને છતાં મળતાવડો.ગામની કેટલીએ છોકરીઓના કોડમાં તે રમતો પણ, આ મરદ ભાઈ કોઈને પાણી પાવે તેમ લાગતું નહીં.પોતે અને પોતાનું કામ ભલું...પણ,.... ખેતરેથી ગાડું લઈને આવતા થોડા દાડા પહેલા બહાર રહીને આવેલી દેવલી નજરે પડતાં આ બ્રહ્મચારી સમા નરના મનમાં માદા માટે અનહદ પ્રેમ ઉભરાણો હતો.તે દિ થી દેવલીને રોજ નીરખવા તેના આંટા ઉપલી ફળીમાં વધી ગયા.કહેવાય છે ને કે શાંત જળ ઉંડા હોય અને તેમાં કાંકરીચાળો ના ખપે....!..તેમ આ કાનજીના શાંત જળમાં દેવલીનું યૌવનગંધા સમુ રૂપ કાંકરીચાળો કરી ગયું હતું.અને શાંત જળમાં પ્રેમની નાવડી હાલક-ડોલક થવા લાગી હતી.મધદરીએ વહાણ સળગે તો ઝાડ પણ કાષ્ઠ થઈ જાય છે તેમ કાનજીના દિલમાં દબાયેલો પ્રેમનો રોગ વધતો જતો હતો.દેવલી તેના રાતનું શમણું ને સવારનું કિરણ થઈ પડી હતી.અને સઘળાએ વાવડ તેની પિતરાઈ રૂપલી કનેથી ઘડીભરમાં દેવલીના લઈ લીધા હતા....અને ખુશ પણ થયો હતો કે દેવલી પણ તેના સમ-વિચારણીવાળી બ્રહ્મચારી સમી હતી.પછી તો તેના રૂપની સાથે સાથે તેની પવિત્રતા ,સંસ્કારો અને ચરિત્રનો પણ તે ઘેલો થયો હતો......
........અને પોતાની સંધિય વાત બાપ જીવણને કરતા છેલ્લા વેણમાં પોતાનું ભાવિ પણ ભાખી દીધું કે...."બાપુ પરણીશ તો દેવલી હારેજ બાકી માને બહેન"....!
જીવણ દોસો પણ ખુશ થયો હતો.કેમકે દેવલીને તે સારી પેઠે પિછાણતો હતો.અને વળી કેટલાય માંગા ઠુકરાવીને..લગ્નની વાત માતરથી ચિડાઈ જતા કાનજી કનેથી પ્રેમની સુરાવલીઓ તેને પહેલીવાર સાંભળી હતી અને દીકરાનું મન ફેરવાય તે પહેલા 'ઝટ મંગની પટ્ટ શાદી'ના અભરખા જોતાં તેને કાનજીનું કહેણ ગોરભા હારે પરસોતમના ખોરડે મોકલી દીધું હતું.
દેવલી કાનજીને જાણતી હતી પણ, બહાર રહેતી હોવાથી તેના સદગુણોનો તેને પરિચય નહોતો.બસ પેલા દિ તેને કાનજીને મેંલોઘેલો જોયેલો અને પોતાને તાકી તાકીને જોઇ રહેલો રાક્ષસ લાગતા આજ બાપુએ તેને વાત કરી ત્યારે તેને કંઇ હુંકાર કે નકાર ન ભણ્યો એટલે ડોસો દીકરીને કાનજીના ગુણ-ગાન ગાઈને દેવ બનાવતો હતો.અને પરસોતમના બોલ મિથ્યા ના ગયા.દેવલીએ બાપને દેવ લગતા કાનજીના નામની પીઠી ચોરવાનું ઈજન બાપને આપી દીધું.બાપના હૈયે ટાઢક વળી.દીકરીનો ભવ સાત ભવ લગીના સુખનો સાગર ભોગવશે તે તય હતું.
ઘડિયા લગ્ન લેવાયા....,મહેંદી ,સગાઈ ,લગ્નની વિધિઓ શરૂ થઈ.લગનીયાઓ સામ-સામે ગોળ ધાણા ને પીઠીના પડીકા પણ આપી આવ્યા.મંડપ નંખાણા ,વૈશાખી વાયરામાં ફટાણા માંડવે ગુંજવા લાગ્યા. કંકોતરીઓ કંકુ છાંટીને પરગણામાં પહોંચાડવામાં આવી.ગોર મહારાજનાં વધામણાં થયાં.મહેમાનો માંડવે સોહાવા લાગ્યા, જમણવારના રસોડા અગાઉથી ચાલુ થઈ ગયા.મોહનથાળના ઢેફા પતરાળામાં સોડમ પાથરવા લાગ્યા.વાજિંત્રોવાળાના ને શરણાઈના સૂર રેલાવા લાગ્યા.ખરીદીઓ બધી પૂરી થઈ ને શણગારના સાજ સજાવા લાગ્યા.વર વધૂના વસ્ત્રો ને સૌંદર્ય શણગારની તૈયારીઓ આટોપાવા લાગી.ઢોલના ઢબકારે ને ત્રાસુની ડાન્ડલીએ ગરબા રાસ રમાવા લાગ્યા.સ્વજનોને પહેરામણીમાં શું આપવું તેની ગણતરીઓ પૂરી થઈ.બંને કુટુંબોમાં ખુશીઓના પાથરણા પથરાણા.દુઃખડાને ઓવારણા લઈ ભગાવવા લાગ્યા.આમ, બધુંએ સરખું ,સરસ ને રૂડો અવસર દિપવે તે તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ.સૌના હૈયેને ગામના ટોડલે હરખના તોરણ ઝૂલવા લાગ્યા.પણ,..........
......પણ, એક હ્રદય તેવુંએ હતું જેને બધાથી સંતાપ થતો હતો.મ્લાન હૃદયમાં કંઈક અજુગતા એંધાણ રમતા હતા.પવિત્ર હૃદયમાં સાપોલિયા વાસના બની ભડકે બળતા હતા.કોઈક હાથમાં આવ્યા પહેલા છૂટી જવાનું દુઃખતું હતું.મળ્યા પહેલા ક્યારેય નહીં મળે તેનું દર્દ દુખતું હતું.સઢ વિનાની નાવ મધદરિયે પહોંચીને જેમ અટવાય તેમ તેનું મન અટવાતું હતું.છેલ્લો દાવ રમી લેવાનો અભરખો પળભરમાં જાગી ગયો.ક્યારેય પૂરી ના થઇ શકેલી મહેચ્છા ફૂંફાડા મારવા લાગીતી અને તેણે નિર્ણય કરી લીધો કે દેવલી પહેલી શિકાર તો તું મારી જ બનીશ......અને રાત્રે અંધારું માથે ઓઢીને સપનાની સેજ પાથરીને માંગલિક દ્રશ્યોને શમણાંમાં જોતી દેવલીના ઓરડામાં તે ગયો.અને રાતનો સહારો લઇને તેને............


* * * * * * * * *


       લગ્નની પ્રથમરાત્રીના શમણાં જોતો કાનજી રડી રડીને સાવ નીતરાઈ ગયો હતો .મોયરાનાં મીંઢળ લાલ રંગથી શોણિતને ધ્રુજવી રહ્યા હતા.ચારેકોરનો ઉમંગ ને ઉત્સાહ માતમમાં પથરાઇ ગયો હતો. માંડવાની ઝૂલ ફર–ફરતી ભેંકાર ભાસતી હતી. પરોઢનો સૂરજ ત્રાહિમામ થઈને ઉગ્યો હોય તેમ આગ ઝરતા કિરણો નાખી રહ્યો હતો. પુરષોતમની પાઘડી લોહીથી ખરડાઈને દીકરીના શોણિતને કાળું ડીબાંગ દેખાડતી હતી.તેની માં કરતા પણ વધુ હેતથી  ઉછેરીને મોટી કરેલી અને પરણાવવાના કોડ જોયેલા; અરે હજુ ગઈકાલે સાંજનાજ દીકરીને પીરસતી જોઈને પુરષોતમની આંખો ભીની થઇ ગઈ હતી અને એક જવાબદારી સમુસુતરી પાર પડે અને પોતાના અભરખા દેવલીને સારા ઘરની પણીહારણ બનાવવાના પુરા થશે.આવતી કાલે તે વિચારો માત્રથી તે કેટલો હરખના આંસુડા થી પલળ્યો હતો.દીકરીને સાપનો ભારો કે પારકાની થાપણ માન્ય વિના પોતાનું કાળજું સોનાનું છે તેને સાચવવું અને સારા સંસ્કારોની મૂડી આપવી પોતાની ફરજ માનીને દેવલીના સઘળા કોડ પુરા કર્યા હતા.મોટી કરતા પણ દેવલી પોતાને બહુ વહાલી હતી અને આજે તે કોડથી મઢેલી ખાંપણ નીચે હસતા ચહેરે સુતી હતી.હદયનો ટુકડો આજ ફાટી ગયો હતો.સાચેજ કાળજાનો કટકો ગાઠથીજ નહિ આયખામાંથી છુટી ગયો હતો.
               કાનજી બાવરો બનીને ખૂણાને તું ટૂંટિયું વાળીને ભીંજવતો હતો.ચારેકોર હાહાકાર મચી ગયો હતો. મરણ કઈ બંને પરિવાર માટે કે ગામ માટે પહેલું વહેલું નહોતું.પણ,આટલું ભયાનક,હૃદય ધ્રુજવી દે ને કાળજું ફાડી નાંખે તેવું આખા પંથકમાં પહેલું હતું. લીલા તોરણ ભેંકાર રડતા હતા.દુર સીમમાં ધોરા દહાડે શિયાળયુંઓ રાડ પડાવે તેવી રોતી હતી.અમંગળ એંધાણ થઈ ગયું હતું છતાં તેનો ભેન્કાર આખા ગામ માટે વરસતો હતો.ઘુવડ ક્યાંક રડી રહ્યું હતું ને ચીબડી ગામની પીઠ પાછળ ભેંકાર નાંખતી ચીખતી હતી. પીઠ પછાલ્હાજુ આ ગામને જાણે કેટલાય ઘવ થવાના હોય તેના અમંગળ એંધાણ વર્તાતા હતા. આખું ગામ મૂંગું મૂંગું રડતું હતું ને આવનારી ગોઝારી ભયાનક રાત્યુંને જાણે પીછાની ગયું હોય તેમ કોઈને કઈ પણ કોઈ કેહવા તૈયાર નહોતું.વીતી ગયેલી ભીષણ રાત્રીનાં ઓછાયા હજુયે સવાર પર મંડરાતા હતા.આકાશમાં વાદળો ઘોર અંધાર પાથરીને સફેદ રૂની પૂણી જેવા...