...

3 views

લોહીથી લખાયેલી લાગણીઓ
🖋🖋🖋🖋🖋🖋🖋🖋🖋
📚 *સાહિત્ય જગત*📚
   (કલમ-ઓળખ તમારી)

          *SJ NO.- 24*
                  *પ્રેમકથા*
તા. 1/12/23 થી 13/12/23

🖋 *ગદ્ય વિભાગ*🖋

---- *વિષય*-----
                 પ્રેમકથા

*નામ+  ઉપનામ :-*શૈમી ઓઝા "લફ્ઝ" "મીરાં"
*પ્રકાર:-*વાર્તા
*શીર્ષક :-*લોહીથી લખાયેલી લાગણીઓ
*શબ્દ સંખ્યા:-*1500

"સપનામાં તુ તારા અહેસાસ વગર સપનાં અધુરા,
એક સફર તારીને મારી,
મિલન પળમાં ને પળમાં જુદાઈ,
આ હતા તે કેવા સંજોગ?આ કહાનીમાં વિધાતાના લેખ એવા
બધું એક પળમાં જ ખતમ થયું.
આ વિચાર પણ ક્યાં હોય?એકબીજા ને આપેલા વચન ખરા
અર્થમાં પાળવા એ પ્રેમ ન કહેવાય
તો શું કહી શકાય?"

કાળા ડિબાંગ વાદળાં હતાં.વીજળી ધારદાર ચમકારથી આંખો અંજાઈ રહી હતી.
ટીપ,,,ટીપ,,,ટીપ,,,વરસાદ વરસી રહ્યો હતો.વરસાદ હદ વટાવી રહેલો હતો.

"એ....કેટલુ પલળવુ છે તારે હજી બહુ ન પલળ બિમાર પડીશ."તેની મિત્ર ઋતુ ને કહી રહ્યો હતો.

ઉમંગની વાત નો જવાબ ઋતુ મજાકમાં આપતી, ચાલ તુ પણ આવ મારી સાથે પલળવા તને પણ મજા આવશે...ચાલ...

ઉમંગ: પણ ઋતુ રહેવા દે,,,

ઋતુ: તુ આવો ને આવો રહીશ તો કોઈ તારું બની રહ્યું??તારો ક્યાંય મેળ નહીં પડે...

ઉમંગ:મારે કોઈની શી જરૂર તુ છે તો...

ઋતુ: શુ બોલ્યો ફરી બોલજે મને ન સંભળાયુ...

ઉમંગ:  જાવા દે ને હા ચલ જલ્દી તારા પપ્પા આપણા બેય ની વાટ લગાડશે...મારી ફરજ છે તને સલામત રીતે ઘરે પહોંચાડવી તે...

ઋતુ: એ બધું તુ છોડ,,, ને વરસાદ ની મજા લે...

ઉમંગ: ચાલ હવે ઘરે અહીં તારા પપ્પા ના ચમચાઓ ફરતા હશે તો મારા પપ્પા પર ખતરો રહેશે...

ઋતુ અને ઉમંગના સબંધો પણ વહેતા પાણી જેવા હતા. પરંતુ,,, બંન્ને પરિવારના અહમ વચ્ચે આમની પવિત્ર દોસ્તી પિસાઈ રહી હતી. જે પ્રેમની ચરમસીમા એ પહોંચી હતી.

ઋતુ અને ઉમંગ બેય બાળપણના મિત્રો હતા.પરંતુ ઉમંગ ઋતુ ને મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો.

       આ અવાજ મધુરતા ઋતુ ને તેની તરફ અંજી રહી હતી.

આ અવાજ તેના પ્રેમ ઉમંગનો હતો.
ઉમંગ તેને પોતાની જાત કરતાં પણ વધુ પસંદ કરતો હતો.

આમને આમ દિવસો વિતિ રહ્યા હતા.

ઋતુના સપના ઘણા ઉચ્ચ હતાં.ઉમંગ નુ સપનું ઋતુ ને પામવાનુ હતું.

એક સપનાં સેવે ને બીજો સપના સેવનારી પ્રેમીકા ને ઝંખે.

કોલેજ પણ પૂરી થઈ ગઈ હતી.ઉમંગના મનની વાત તો મનમાં જ રહી ગઈ.

એક દિવસ બેય મિત્રો ગાર્ડનમાં મળ્યા.

ઋતુ: હાય,,,ઉમંગ આમ અચાનક મને મળવા બોલાવી એનું કારણ શું??

ઉમંગે પોતાના મનની વાત છૂપાવી પોતાની જાતને સ્વસ્થ કરતાં કહ્યું;"

ખાલી એમ જ બહુ દિવસથી મળ્યા નો'હતા.તો મને થયું કે મળીએ..

ઋતુ: મારી સામે નજરથી નજર મેળવી કહે તો શું વાત છે?કંઈ પ્રોબ્લેમ છે?નહીં તો તુ આમ.મને ન બોલાવે ઘરમાં સૌ ઠીક તો છે ને...

ઉમંગ: હા ઋતુ સૌ ઠીક છે...

ઋતુ: તુ કંઈ છૂપાવે મારા થી,,,??

ઉમંગ: ના,,, હવે ખાલી એમ જ...

ઋતુ: જે હોય તે સાચું કહે તો,મને તારા ઉપર આ બાબતે ભરોસો નથી... વાત શું છે મને કહે તો...

ઉમંગ: કંઈ નહીં છોડ તો,,,ચાલ છોડ ને કંઈ નવા જૂની વાત કહે,,,

ઋતુ: બોલાવી તે મને છે તો તુ કહે,,,ચાલ,,,અરે,,,રે,,,તુ શું બોલતો હતો તુ તો સાવ ડરપોક છે...ચાલ હુ જ કહું,,, આઈ.લવ,યુ,,,ઉમંગ...

ઉમંગ: એ,,,હૈ,,,,તે તો મારા મનની વાત કહી આજે પરંતુ,,,

ઋતુ: છોડ પરંતુ બરંતુ છોડ,,,તુ વર્તમાન સમયમાં જીવ ભવિષ્ય ને છોડ ને ચાલ મારી સાથે વરસાદમાં પલળ તો...

ઉમંગ કંઈ ઉનાગુની કરે એ પહેલાં જ ઋતુ હાથ પકડીને ઉમંગ ને ખેચી
ગઈ.બેય મિત્રો પોતાની દુનિયામાં ખોવાઈ ગયા...

નજરથી નજર મળી ગઈ,
કુંવારી ઈચ્છા ઓ હવે બેશર્મ
બની રહી હતી.

બેઉ બ્લેક કપડામાં સુંદર લાગી રહ્યા હતા.પરંતુ, ઉમંગ ગરીબ ઘરનો છોકરો અને ઋતુ અમીર પિતાની ત્રણ ભાઈ ઓ વચ્ચે એકની એક બહેન હતી. એટલે કંઈ ઓછું આવે પરંતુ ઉમંગ સાથે તેની દોસ્તી પરિવાર ને નોહતી પસંદ...

ઋતુ: એ બધું તુ છોડ હું આજથી શું અત્યારથી તારી સુહાગણ બની ગઈ,
લગ્ન ના ફેરા તો ખાલી એક બહાનું છે પ્રેમથી ગુથાયેલા સબંધો જ શાંતિનો શ્વાસ અપાવે છે.જબરજસ્તી થી બંદૂક ની અણીએ બંધાયેલા નહીં માટે ઉમંગ તુ તારા કામમાં ધ્યાન આપ...

ઉમંગ: તે મને સ્વીકાર્યો જ છે તો સબુત આપ,,,

ઋતુ: ચલ હટ બેશર્મ... તુ તો બગડતો જાય છે દિવસે ને દિવસે...આ શુ વાત થઈ? આટલુ કહી ઋતુ શરમાળ ચહેરે દોડી ગઈ.

ઉમંગ: એ...ઊભી તો રહે,,,સબૂત લીધા વગર તો તને છોડીશ નહીં... જા...

આટલું કહીને ઉમંગ એની મજાક કરતો હતો.

ઉમંગ તેમના ઘરે કામ કરવા આવનાર ડ્રાઈવરનો છોકરો હતો. એટલે પ્રકાશ ભાઈને વધુ ગુસ્સો આવતો હતો.

તેમનું માનવું એ હતું કે "ડ્રાઈવર નો છોકરો ડ્રાઈવર જ બને તે રૂઢ માન્યતા વશ થઈને તેઓ કદીય ન ડ્રાઈવર ગિરધર સાથે સરખુ વર્તન કરતાં કે નહીં એના દિકરા ઉમંગ સાથે."

ઉમંગ ને વાતે વાતે અપમાનિત કરતાં એટલા માટે કે તે ઋતુ થી કાયમ માટે દૂર થઈ જાય.

એક દિવસની વાત છે,ગિરધરની તબિયત વધુ લથડતી હોવાના કારણે આજે તે રજા ઉપર હતા.

આજે પપ્પા ના બદલે ઉમંગ આવ્યો હતો...

પ્રકાશભાઈએ અટ્ટહાસ્ય સાથે એક વાત કહી જેમાં અભિમાન છલકાઈ રહ્યું હતું.

ઉમંગ આવીને પ્રકાશભાઈ ના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહ્યો હતો.

ઉમંગ: જય શ્રી ક્રિષ્ના અંકલ...

પ્રકાશભાઈ મોં ફેરવી રહ્યા હતા.

પ્રકાશભાઈ: હા,,,,ઠીક છે,,,ઠીક છે,,,,જય શ્રી કૃષ્ણ...સુખી રહે...

ઉમંગ આવ્યો હતો સારા સમાચાર આપવા...

પરંતુ પ્રકાશભાઈના નાકની તૂમાખી જોઈ ઉત્સાહ ઓસરી ગયો.

પ્રકાશભાઈ: ક્યાં છે ગિરધર કેમ નથી આવ્યો?

ઉમંગ: આજે કાકા હું આવ્યો પપ્પા ની તબિયત ખરાબ હતી તો.

ઋતુનો રૂમ બાજુમાં હતો.ઉમંગની વાત સાંભળી એમને દયા આવી રહી હતી.

"બિચારો ઉમંગ કેટલો સંઘર્ષ કરે છે,એક તો મારા પપ્પા છે એના પરિવાર ને નીચો પાડવામાંથી બાજ નથી આવતા. આટલું અભિમાન શાનુ છે આમને કે બિચારા,ઉમંગની વાત પણ ન સાંભળે... "

ઉમંગ કંઈ કહે એ પહેલા જ,,,

પ્રકાશભાઈ; એક કામ તે સારું કર્યું...

ઉમંગ: શું કાકા?? કંઈ સમજ આવે તેમ બોલો...

પ્રકાશભાઈ: તારા પપ્પા નો ધંધો સંભાળી લીધો તે સારુ કર્યું... આમ પણ તો જેને જે લાયકાત હોય તેમ જ ચાલવું વધુ ઊંચા સપનાં જોવો તો આવી હાલત થાય. પરંતુ ખેર કોઈ નહીં ચાલ મને પંચાયતમાં મૂકી આવ... તો...

પ્રકાશભાઈ અંબાસણ ગામના મૂખી હતા. તેઓ રંગીન પાઘડીને સફેદ અંગરખુ પહેરતાં વાંકી મૂછો અને ઘાટી દાઢી રાખતાં અવાજ તેમનો પહાડી સૌ કોઈને ડરાવતો હતો.
એમાંય પાછો સ્વભાવ આકરો આ વાત તેમના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવતી હતી.

ઉમંગ: કાકા તમને એક સારા સમાચાર આપવા આવ્યો હતો.

પ્રકાશભાઈ: બોલો તો,,,શુ છે??રહેવા દે એજ વાત તુ કહેવા આવ્યો હશે કે મેં પપ્પા નો ધંધો સંભાળી લીધો... એ તો દેખાય જ છે એમાં સારા સમાચાર શું છે?

ઉમંગ કંઈ કહે તે પહેલાં જ પ્રકાશભાઈ વાતનો છેદ ઉડાડતા કહે,

પ્રકાશભાઈ: ચાલ તો,,, જલ્દી કર,,, માર મોડું થાય છે...

ઉમંગ પોતાનો ગુસ્સો મનમાં ભીસી રહ્યો હતો.

ઉમંગ: ચાલો,,,હું તમને પંચાયત છોડી આવુ...ઉમંગ ના હાથમાંથી મિઠાઈનો ડબ્બો પડી ગયો.

પ્રકાશભાઈ ને આ જોઈ ગુસ્સો આવ્યો

પ્રકાશભાઈ: બુદ્ધિના બારદાન આ શું કર્યું?તને ખબર છે કાલે જ જમીનની લાદી ઉપર પથ્થર ચમકે એ માટે પૉલીસ કરાવી હતી. અને તે.સત્યનાશ કરી દીધો શુ થશે આ લાદીનુ...

ઉમંગ: કાકા ભૂલ થઈ મારી....

પ્રકાશભાઈ: ગવારનો છોકરો ગવાર કંઈ ભાનબાન તો છે જ નહીં...

ઉમંગનો ગુસ્સો હવે બહાર આવી રહ્યો હતો.

ઉમંગ: કાકા મને બોલ્યા ત્યાં સુધી બરાબર છે...હું તમારી ઈજ્જત કરુ છું તમે ઋતુ ના પપ્પા છો પરંતુ વાત વાત પર મારા બાપને ગાળો ન આપો...

પ્રકાશભાઈ ઉમંગની વાત પર હાથ ઉપાડે એ પહેલાં જ ઋતુ આવે છે.
ઉમંગનો ગુસ્સો ઋતુ ને જોઈ શાંત પડે છે.

પ્રકાશભાઈ: અરે,,, બેટા ઋતુ તુ આવી ગઈ?? બોલ શું જોઈએ તારે...??

ઉમંગ અને ઋતુ વચ્ચે કેટલોક સંવાદ મૌનમા જ રચાતો હતો.


પ્રકાશભાઈ સરપંચની સાથે પૈસા વ્યાજવા આપવાનું કામ પણ કરતાં હતાં જે કામદાર પૈસા ન ચૂકવે તેમની પાસે બમણુ વ્યાજ વસુલતા અને તેમના પરિવારની તો શુ દશા થાય એ સાંભળીને તો રૂવાડાં પણ ધ્રુજી ઉઠે...

ઉમંગ પ્રકાશભાઈ ને ઋતુના પપ્પા હોવાની શરમે છોડી આવ્યો.

ગિરધરભાઈ નો'હતા આવ્યા એટલે ઉમંગની ડ્યુટી વધી ગઈ હતી.

પ્રકાશભાઈ ને મૂકીને ઋતુ ને કોલેજ મૂકવા જવું,

તે માટે તે ઘરે આવ્યો.

ઉષાબહેન ઉમંગની ઈજ્જત કરતાં હતાં તેઓને ઉમંગ અને ઋતુ વિશે ખબર હતી એટલે તેઓ મનથી ભયભીત થઇ રહ્યા હતા,"કે આ દોસ્તી હદથી વધી ગઈ તો આ બંન્ને માટે ખતરો ઉભો થશે. ઋતુના બાપુ નો આકરો સ્વભાવ કેટલાય ના જીવ લેશે...આ છોકરી શુ કરવા બેઠી છે?જેને પસંદ કરે એના જ પરિવાર નુ નિકંદન કઢાવશે કે શુ?પરંતુ મારો આ શક સાચો ન પડે તો સારું આ ફૂલ જેવો દિકરો ઋતુના બાપુની તરસી તલવાર ને ભૂખી બંદૂક ની ગોળીનો શિકાર બનશે...

વિચારે ચડેલા ઉષાબહેનને
ઉમંગ: જય શ્રી કૃષ્ણ કાકી,,,

ઉષાબહેન: જય શ્રી કૃષ્ણ બેટા,,, શું થયું તારા પપ્પા ને...??

ઉમંગ: કાકી મારા પપ્પા ને ટાઈફોઈડ ની અસર હતી. આ તો સારું કર્યું કે સમય રહેતા ખબર પડી નહીં તો,,,

આટલું કહીને ઉમંગ રડી પડ્યો.

ઉષાબહેન: રડ નહીં મારા દિકરા બધાં ય સારાવાના થશે...પરંતુ શું વાત છે એ તો કહે???મિઠાઈ કઈ ખુશીમાં લાવ્યો હતો.

ઉમંગ: કાકી... મેં મામલતદાર ની પરીક્ષા પાસ કરી...

ઉષાબહેન: એ,,, હે,,, શું વાત કરે,,, છે??

ઉમંગ: એ ખુશીમાં મિઠાઈ આપવા આવ્યો હતો... પણ,,, કાકાએ,,, તો...

ઉષાબહેન: જુગ જુગ જીવ દિકરા,,, ખુબ આગળ વધ...

ઋતુ: વાહ,,,,મારા મિત્ર બહુ સારા સમાચાર છે...તે તો મારુ દિલ ખુશ કરી દીધું...

ઉમંગ: દિલ જ ખુશ થયું હું તો તને પણ ખુશ કરવા આવ્યો છું.

ઉષાબહેન: દિકરા તુ શરારત ની બાજ નહીં આવે...

ઉમંગ: કાકી હું તમને બેઉને હસાવી રહ્યો હતો આટલા સુંદર ચહેરા આમ ઉદાસ હોય તો કેમ ચાલે?

ઉષાબહેન: જા હવે ડાહો થતો બહુ... તાર પપ્પા ની દવાનો સમય થયો હશે.

ઉમંગ:ઋતુના પપ્પા પણ મારા પપ્પા જ છે ને...

આટલું કહીને ઉમંગ મિઠાઈ આપી પપ્પા પાસે ગયો.

ગિરધરભાઈ તાવથી કણસતા કણસતા "ઉમંગ,,,, ઉમંગ,,,,બોલી રહ્યા હતા..."

ઉમંગ: પપ્પા હું તમારી પાસે જ છું...
તમે જલ્દી સાજા થાવ...એની રાહ જોવુ છું લો પપ્પા આ મિઠાઈ મો મીઠું કરો...

ગિરધરભાઈ બસ દિકરાને એકીટશે નિહાળી જ રહ્યા...

ઉમંગ: ઓહ પપ્પા હું પ્રકાશ કાકા પાસે માંગીને નથી લાવ્યો.

ગિરધરભાઈ તો દિકરાને નિહાળી રહેલા.

ઉમંગ: પપ્પા આ તો હું મામલતદારની
પરીક્ષા પાસ થયો એ ખુશીમાં આ મિઠાઈ લાવ્યો છું....

ગિરધરભાઈ ખુશ થઈ રહ્યા હતા.
પરંતુ તેમની પાસે વ્યક્ત કરવા માટે શબ્દો નો'હતા. પરંતુ આંસુ હતા, જે ખુશીઓથી છલકાઈ રહ્યા હતા.

એક દિવસ ઋતુ અરીસામાં જોઈને મંદમંદ હસી રહી હતી ઉમંગના વિચારો તેને શરમથી લાલ કરી રહેલા.શરમાળ ચહેરો તેને વધુને વધુ સુંદર બનાવી રહ્યો હતો.આ ઉષાબહેન માટે ચિંતાનો વિષય બની ગયો.

આમને આમ દિવસો ચાલી રહ્યા હતા.

ઋતુ અને ઉમંગના સબંધોની એક સ્વરૂપ ધર્યું હતું.આ સબંધોની
ભનક પ્રકાશભાઈ સુધી તેમના ખબરતંત્રીઓ એટલે કે ગૂંડાઓ દ્વારા પહોંચી પહોંચી.

એકની એક દિકરી આવુ કરશે એવો તો તેમને અંદાજ પણ નો'હતો.

ઋતુને એક રૂમમાં પૂરી દેવામાં આવી.
ઉષા બહેન કંઈ બોલે તે પહેલાં જ,

પ્રકાશભાઈ: તે જ આને બગાડી છે,,,,આજ પછી આ ઘરની. બહાર ન નિકળે એની જવાબદારી તમારી... અને જો..આને મને પુછ્યા વગર જવા દીધી તો તમે આવતીકાલનો સુરજ નહીં જોઈ શકો હું મૂખી છુ,મારી દિકરી બે કોડીના ડ્રાઈવર ના છોકરા જોડે આટલી આગળ વધી
ગઈ.એની મનેય ભનક ન લાગી... તમે જ તો બગાડી છે પણ હવે બસ બહુ ભણી લીધુ.હવે નહીં,,,, આ ભણવા ના નામ પર મારી આબરૂ ઉછાળી રહી છે...આટલું કહીને દિકરી પર તલવાર નો ઘા કરવા જાય એ પહેલા જ ઉમંગ વચ્ચે આવી જાય છે.

પ્રકાશભાઈ: આમ પણ મારી તલવાર બહુ સમજદાર છે..કોને છેદવા એ.સારી રીતે સમજે છે...નિશાનો પણ સારો લાગ્યો.

ગિરધર ભાઈ: માલિક ક્ષમા કરો...મારા દિકરાને છોડી દો આટલું કહીને પગમાં પડીને રડે છે.

પ્રકાશભાઈ: આ તો તમારી આદત હોય છે જે થાળીમાં ખાવ એમાં જ છેદ કરો એ તો...

ગિરધર ભાઈ: મને તો સપનેય અંદાજ નોહતો કે મારો દિકરો આવુ કરશે તે...

પ્રકાશભાઈ: તુ મારા ટૂકડે જીવી મારી જ પીઠ પાછળ ઘા કર્યો. તુ એટલો જ દૂધે ધોયેલો હોત તો દિકરાને સમજાવતો,તારી ઔકાતમાં રહી પસંદ કરવા કહોત. પરંતુ તે જ છોકરાને હવા આપી કેમ...

ઋતુના રડી રડી બૂરા હાલ થયા હોય છે.ઉષાબહેન નુ તો મગજ કામ કરતુ બંધ થઈ જાય છે.

એ પહેલાં જ તેનું સગપણ પાસેના ગામમાં એક વયોવૃદ્ધ સાથે આબરૂ બચાવવાના નામ પર નક્કી કરવામાં આવે છે.

આમ,ઋતુ ને બચાવવા જાતો ઉમંગ પોતાના જીવથી હાથ ધોઈ બેસે છે.

પરંતુ ઉમંગ ની મોતનો આઘાત ઋતુ પચાવી શકતી નથી તે ઘરમાં રહેલી ઉદર મારવાની દવા પીને પોતાની જાતને ખતમ કરે છે.

એકગામમા બેય અર્થી નિકળે છે.આપેલા વચનો નિભાવી જાણે છે બેય પ્રેમીઓ અનંતયાત્રા માટે નિકળી પડે છે.નથી ત્યાં કોઈ બંધન કે નથી જીવન મરણનો ભય ત્યાં પુર્ણમિલનનો અહેસાસ થાય છે.

અંબાસણ ગામની આ પ્રેમીઓના સ્મૃતિ ચિન્હ રૂપે કબર બનાવવામા આવી હોય છે...

ગામના કણકણમાં આ બેયની મસ્તી ને વાતો વિતાવેલી પળ નો અહેસાસ થાય છે.

✒️ *બાંહેધરી : હું શૈમી ઓઝા "લફ્ઝ" "મીરાં" આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*

© શૈમી ઓઝા "લફ્ઝ"