...

4 views

ડિયર
જિંદગીની સફરમા ઘણાય લોકોએ અહીં કંઈક ને કંઈક ગુમાવ્યું જ હોય છે. હા હું જાણું છું કે પડતા ઘા બવું વહમાં લાગે છે પણ જેમ જેમ ઇતિહાસ બદલાતો ગયો છે તેમ તેમ પ્રેમની પરિભાષા પણ બદલાતી રહી છે. ઇતિહાસના એ માગડાવાળો કે પદ્માવતી હવે શાયદ કદી નહીં અવતરે આ ધરા પર. પણ એ વીતી ગયેલો કાળ છે જેને આજે આપણે ભૂતકાળથી ઓળખીએ છીએ. અમુક સમયે ના ઇચ્છતા હોવા છતા પણ જીવનમા વળાંક લેવો પડતો હોય છે એ આપણી નિયતિના લખાયેલા લેખ છે. ભૂતકાળને વાગોળતા રહેશો તો વર્તમાન પણ હાથમાંથી છૂટી જશે.એટલેજ ભગવાન બુદ્ધે પોતાના એક ઉપદેશ થકી કહ્યું છે કે " આ દુનિયા દુઃખોથી ભરેલી છે કેટલું લેવું ને કેટલું છોડી દેવું એ તમારા પર નિરભય છે ". જો આજમાં જીવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ ગઈકાલને ભૂલવાની તક મળશે.જે મોતી ખોવાઈ ગયા છે એને શોધવા કરતા જે મોતી તળીએ પડ્યા છે એને શોધવા પ્રયત્ન કરો. જિંદગી અમૂલ્ય છે પણ તેનો સમય મૂલ્યવાન છે. સમય વીતી ગયા પછી એક પસ્તાવાની રેખાએ મે અહીં ઘણા લોકોને જિંદગી પસાર કરતા જોયા છે...