ઓફીસનો અધૂરો પ્રેમ
એક તો મોડું થતું હતું...ઘરેથી જ મોડી નીકળી હતી અને એમાં રસ્તામાં ટ્રાફિક જામ..! હવે કરવું શું એ નહોતું સમજાતું. ૧ મિનિટ માટે ટ્રાફિક ખૂલે અને પાછી ગાડી અટકી જાય. એરપોર્ટ જવાનું મોડું થતું હતું એટલે ગુસ્સો પણ માથે ચડ્યો હતો. શિવાની હવે કંટાળી ગઈ હતી. ટ્રાફીકમાં ગાડી ધીમે ધીમે જઈ રહી હતી ત્યાં તેની નજર એક બિલ્ડિંગ પર પડી. તેની આંખો એ બિલ્ડિંગ સામે જ સ્થિર થઈ ગઈ. ક્ષણ વાર માટે જિંદગી આખી ફ્લેશબેકમાં જતી રહી.
હોર્નનો અવાજ એકદમ કાને પડતાં શિવાનીનું ધ્યાન ભંગ થઈ ગયું. ગાડી એ બિલ્ડિંગ પાસેથી દૂર ચાલી ગઈ. ફ્લેશબેકના વિચારોમાં શિવાનીનો મોડું થયાનો ગુસ્સો સાવ શાંત પડી ગયો. ક્યાં એરપોર્ટ આવી ગયું તેને ખબર જ ન પડી. પોતાનું લગેજ લઈ શિવાની જતી રહી. પરંતુ તેનું ધ્યાન તો હજી એ વિચારોમાં જ ખોવાયેલું હતું. બોર્ડિંગ પાસ ચેક કરાવી શાંતિથી બેસી.
"પહેલા દિવસે જ મોડું.....! આ એક પ્રાઇવેટ કંપની છે મેડમ... અહીં સરકારી ખાતાની જેમ મોડું નહીં ચાલે.."
"સોરી સર....આજનો દિવસ માફ કરી દો.. કાલે ટાઈમ પર આવી જઈશ."
ગભરાતાં ગભરાતાં શિવાની ઓફિસના મેનેજર સાથે માફી માંગીને પોતાની જગ્યા પર આવી બેસી ગઈ. પહેલો દિવસ એટલે કામ ક્યાંથી શરૂ કરવું એ તો ખ્યાલ જ ના હોય. મેનેજર પણ તીખા સ્વભાવનો હતો એટલે પૂછતા પણ થોડો ડર લાગતો હતો. છતાંય શિવાની પોતાના કામને શીખવાની પૂરી ધગસ બતાવી. શિવાની એક સારી પાર્ટી પ્લાનર હતી. પરંતુ પોતાનો બિઝનેસ કરવા કરતાં તેને જોબ કરવાનું જ પસંદ કર્યું.
થોડા દિવસમાં શિવાની તેના કામમાં અને ઓફિસમાં બરાબર સેટ થઈ ગઈ. હવે તેને માટે કામનો ભર પણ વધવા લાગ્યો. એક મોટા લગ્નના પ્રોજેક્ટ પર શિવાનીને કામ કરવાનો મોકો મળ્યો. આ કામની બધી જ જવાબદારી તેના માથે હતી. સાથે ઓફિસના બીજા પણ એકાદ વ્યક્તિને તેની સાથે રાખવામાં આવ્યા હતાં. આમ શિવાનીને પોતાનો પહેલો પ્રોજેક્ટ મળ્યો.
"મીસ શિવાની પટેલ..." પોતાનું નામ સાંભળતા શિવાનીનું પાછું ધ્યાન ભંગ થઈ ગયું. વિચારોમાં તે ભૂલી જ ગઈ કે તેને પ્લેનમાં બેસવાનું છે. તે ત્યાં જ બેસી રહી હતી. જલ્દીથી પોતાની બેગ લઈ તે પ્લેનમાં બેસવા જવા લાગી. પ્લેનમાં પોતાની સીટ પર બેસીને પોતાને એ વિચારોથી દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગી. પરંતુ ફલેશબેકના વિચારો હવે તેને શાંત જ નહોતા પાડવા દેતાં.
પાવાગઢના સુંદર રમળીય વાતાવરણમાં એક શાનદાર રિશોર્ટ હતું. એજ રિશોર્ટમાં એક ભવ્ય લગ્નનો પ્રોજેક્ટ શિવાનીને પૂરો કરવાનો હતો. લગભગ લગ્નના કાર્ડથી લઈને રિશેપશન સુધીની તમામ સુવિધા તેની ટીમને માથે હતી. ટીમ મેમ્બર તરીકે શિવાની પોતે શિવાની સાથે એક છોકરી નીલું અને બે છોકરાઓ દર્શન અને કબીર હતાં. કબીર થોડો મસ્તીખોર છોકરો હતો. પરંતુ દિમાગ જોરદાર ચાલતું એનું. લગભગ ૧૫ દિવસની તેઓની ટીમની સુંદર સજાવટ, ઉત્તમ જમવાનું, રહેવાની બધી જ એવન ફેસિલિટી કુલ મળીને બધી જ મહેનત રંગ લાવી. આ કંપનીનો સૌથી બેસ્ટ મેરેજ પ્રોજેક્ટ સાબિત થયો. કંપની દ્વારા તે ચારે વ્યક્તિને પ્રમોશન અને પાર્ટી આપવામાં આવી.
"મેડમ યુ લાઈક ટી ઓર કોફી...?"
"મેડમ યુ લાઈક ટી ઓર કોફી....?
જાગતી આંખે સપનામાં તલ્લીન લાગતી...