...

1 views

કેફિએસ્ટા ઝિંદગી
મુંબઈ... હા આમચી મુંબઈ.. સપના દેખાડતી દુનિયા. માત્ર 2 થી 3 કલાક નિદ્રાધીન થતું હશે આ શહેર. જેટલી ઉંચી અહીંની ઇમારતો એટલા જ ખુશમિજાજ લોકો. સામાન્ય રીતે મુંબઈ માટે કહેવાય છે અહીં નોકરી અને રોટી મળવી જેટલી સહેલી છે એટલો ઓટલો મળવો નહીં અને વાત કેટલેક અંશે સાચી પણ છે.

આવા ભાગતા, પોતાની જ ધૂનમાં દોડતા શહેરમાં કંઈક બનવાના સપના સાથે પલાશી એ કામ શરૂ કર્યું હતું. ફઈ ને ત્યાં રહી ફેશન ડિઝાઇનર સાથે કામ કરતી પલાશીને મુંબઈ ની આબોહવા સદી ગઈ હતી. રોજ સવારે 8 વાગે અંધેરીથી સાંતક્રુઝ ની લોકલ પકડતી. એના માટે લોકલમાં મુસાફરી કરવી એક રોમાંચ હતો.

રોજ નવા લોકોની સાથે વાતો કરવાની, સતસંગ કરવાની એને મજા પડતી. રોજની જેમ આજે પણ પ્લેટફોર્મ પર ઉભી લોકલની રાહ જોતી હતી, ત્યાં એની નજર એક આધેડવયના પુરુષ પર પડી. ઉંચો, જરા...