...

3 views

#અરણ્યરૂદન
અરણ્ય રૂદન અદકેરું આ જગે !
કદીય જગ હંસાઈ તો ના મળે !! 1
ડગલે ને પગલે ફરિયાદ શી કરવી સઘળે ? આથી તો કોઈ ની સંવેદનાય ના મળે !! 2
બસ ! આમ જ લાચારીથી શું જીવવું જીવન ?
ખુમારી થોડીક ભરી હ્રદયે લડી લેવું જ રણ !!3
સમરથ ખુદ ને કરી ઝઝૂમવું નિત્ય સંકટે !
હિંમત કે મદદ કોઈ ની ભલે ને ના મળે !!4
રણબંકા એમ ગૃહયુદધે ક્યાંથી બને ?
પોતાની મુશ્કેલીઓ ને જ જે મોટી ગણે !!5
સફળતા ના સરપાવ જો જોઈએ જગે !
ધૈર્યવાને મહેનતથી લક્ષ્યવેધ કરવા પડે !!6
ભૂલી સઘળી વેદના, સંવેદના જગાવવી પડે !
પોતાના ને ભૂલી, પારકાં નેય પાલવવા પડે !!7
સફળતા ના રસ્તા તો અહીં ઘણા મળી જવાના !
પણ મરજીવા-એકલવીર જ આગેકુચ કરવાના !!8
સાધન શુદ્ધિ વગર સફળતાય અડવી લાગે !
બેશક, ભ્રષ્ટતાય ત્યારે શૂરવીર થી ડરવા લાગે !!9
સફળતા ના રાજમાર્ગ હજારો મળેય ખરા !
નવી કેડીઓ ચાતરે અહીં સદા રણઘેલા !!10
મન મર્કટ સદા સરળતા જોઈ નર્તન કરે !
સપાટ રસ્તે ચાલવાનીય શી મજા અરે ?!11
હોય જો ઊબડ - ખાબડ કેડીઓ બધે !
રોમાંચ મંઝિલ પામવાનો કેમ ઊણો ઊતરે ?!12
વટેમાર્ગુ બની ફક્ત મંઝિલે કેમ વિચરીયે ?
રસ્તાનેય જીવનમાં હરપળે જીવીયે-વામીયે !!13
સુંદરતા ફકત મંઝિલે જ હોય એવું નથી !
વેર વિખેર હોય સૌંદર્ય પહોંચતા મંઝિલ સુધી !! 14
જો અફર હોય નિર્ણય - શું ફરક પડે છે મન ને ?!
હામ ધરી હૈંયે હોય જો ધગશ મહેનત ની !15
© Bharat Tadvi