...

3 views

#લોકતંત્ર
" આજે સવાર સવારમાં એક ખતરનાક સમાચર પર નજર પડી... 'ભ્રષ્ટાચાર નું ધીરે ધીરે થઈ રહેલું સરકારીકરણ...!'.. તરત જ મારૂં મન ચગડોળે ચઢ્યું..! લગભગ વીસેક વર્ષ પહેલાં.. આવી જ એક ફુલ ગુલાબી સવાર માં એક ઘટના બની ગઈ હતી...! ચુંટણી નો માહૌલ ગરમાયેલો...! ને વળી ઉમેદવારો ની ગળાકાપ સ્પર્ધા...!! કેમ કે વગર લાયકાતે માત્ર લોકો ને ભરમાવી ને એક વાર જીતી ગયા... તો ઇકોતેર પેઢી નું કલ્યાણ...! - બીજા ક્યા વ્યવસાય માં મળવાનું..?! એટલે એડીચોટી નું જોર લગાવતા ઉમેદવારો અને તેમના ભાવિ સૂબેદારો વગેરે પ્રચાર માં ટૂટી પડ્યા હતા ...! પ્રચાર તો ઠીક, પણ આ તો રીતસર મત ની હર્રાજી બોલાઈ રહી હતી..!!! . @અ ઉમેદવારે સાડી વહેંચી..!! તો.. @બ. ઉમેદવારે રોકડા 200 ની મલકતા ગાંધી છાપ કડકડતી નોટ...!! પણ @ ક ઉમેદવાર આમના થી ચઢિયાતા નિકળ્યા..! મસ્ત ગાંધી ના સુંદર હાસ્ય વાળી લીલીકચ 500 ની કડકડતી નોટ દરેક મતદાતા ને પધરાવી દીધી...!!
આમ ચુંટણી ની કશમ કશ માં એડી ચોટી ના જોર વચ્ચે એક નાનકડી ઘટના બની ગઈ..!?!.. થયું એવું કે... એક કર્તવ્યનિષ્ઠ ઈમાનદાર અને લબ્ધપ્રતિષ્ઠ ઉપરાંત એક મોભાદાર વ્યક્તિ ના ઘરમાં એક ગાબડું પડી ગયું...! લગભગ ત્રણેક દાયકાથી જેમનું જાજરમાન વ્યક્તિત્વ અને ગાંધીછાપ ની ઈમેજ ધરાવતા પરિવાર માં આજ દિન સુધી સરકાર ની તિજોરી નો એક પણ રૃપિયો ભ્રષ્ટાચાર ના માર્ગે ઘર માં નહોતો આવ્યો..! પણ આજે ભ્રષ્ટાચાર આમના ઘર માં ય પેસી ગયો..!! એક અદનો પ્રચારક ચૂપ ચાપ ગાંધી છાપ 500 ની નોટ આ ઘર ના દરવાજે મુકી ને જતો રહ્યો..!! અને એક મહિલા ને એમ પણ કહેતો ગયો કે.." મને અમૂક વ્યક્તિ એ તમારા ઘર માટે રૂપિયા 500 ફાળવ્યા છે, તે લેવાની ના પાડે તો પણ આપી દેવા.. ભલે ને આપણ ને મત ના આપે..!!"
વાત જાણેએમ બની કે અકડતા અને રૂઆબ થી પણ સાદાઈ પુર્વક જીવતી આ ફેમિલી આર્થિક રીતે ઘસાઈ ગઈ હતી...! પણ ખેતીનો એક આધાર હતો.. બસ એટલું જ... પણ લોભ હજી સુધી તેમને લપેટી શક્યો નહોતો...!! પરંતુ સવાર ના પહોર માં ચ્હા પીવા નો નિત્યક્રમ હતો.. અને એ મહિલા જ ચ્હા બનાવતાં હતાં..! પરંતુ આજે ઘરમાં ચ્હા ન હોવાથી એમણે ઊંબરા પર મુકાયેલા એ પૈસા માંથી ચ્હા ની સગવડ કરી... અને બધા ની વચ્ચે જાહેર કર્યું કે '... આ તમે જે ચ્હા પીઓ છો, તે અમૂક વ્યક્તિ જબરદસ્તી થી જે પૈસા આપી ગયા હતા... તેમાંથી સગવડ કરી છે..! હવે તમે તમારે જેને પણ મત આપવાની ઇચ્છા હોય તે પ્રમાણે આપજો..!' આટલું કહેતાં તો તેની ખુમારી જવાબ દઈ ગઈ..! તે આગળ કશું પણ બોલી ના શકી...! ગળું રૂંધાઈ આવ્યું..! મુખ્ય પુરૂષે કડબ બતાવી..!! અન્ય એ કિંકર્તવ્યમૂઢ થઈ મુખ્ય વ્યક્તિ તરફ જોયું...! થોડીક ક્ષણો ની નિરવતા પછી મુખ્ય પુરૂષ એ પણ તે મુખ્ય સ્ત્રી ના શબ્દો દોહરાવ્યા..?! જે પહેલીવાર મને સાક્ષીરૂપે મારી સમક્ષ બનેલી આ ઘટના થી કળિયુગ નો અનુભવ થયો..! ક્રાંતિકારી પરિવાર ની તે ખુંમારી આજે કકડભૂસ થઈ ને ખૂંવાર થતી હું જોઈ રહ્યો..!! થોડીક વાર પછી કશું ય બોલ્યા વગર હું ત્યાંથી ચૂપચાપ સરકી ગયો...!!
ભ્રષ્ટાચાર ને બહુમતી ની આ જુગલબંધી ભારતીય લોકતંત્ર માટે ખતરા રૂપ બનતી જાય છે..! કદાચ.. ગાંધી યુગિન ગર્વ, અસ્મિતા કે ખુમારી હવે રાજકારણમાં નામશેષ થઈ ગઈ છે...!! ધર્મ નો પ્રભાવ કદાચ વધતો જાય છે...! પણ મૂળ માં રહેલી નૈતિકતા એ દેશવટો લીધો હોય તેમ લાગે છે...!
ધન્યવાદ 🙏જય હિન્દ 🙏
(સત્ય ઘટના.. રુ. 10. પાત્ર ફેર.. ના આધારે )
સુપ્રભાત 🥰

© Bharat Tadvi