...

2 views

બે અનોખી જુડવા બહેનો - ૬
હવે આદિત્ય રીમાને ઘરના નાકા સુધી મુકવા ગયો. હવે રીમા ઘરે પહોંચી ગઈ. તે એના રૂમમાં ચાલી ગઈ. તે થોડી વાર ભણવા લાગી ને સુઈ ગઈ.

હવે રીમા સવારના તૈયાર થઈ ને ઘરેથી નીકળતી હતી ત્યારે એને એની માતાને કહ્યું, “હું ભણવા જાઉં છું ને ત્યાંથી મહાવિદ્યાલય જઈશ અને સાંજના હું પાછી ભણવા જઈશ અને ત્યાંજ આજુ બાજુ જમી લઈશ. ટીનાને કહેજે પોતે મહાવિદ્યાલયમાં આવી જાય. હું જાઉં છું. કંઈ કામ હોય તો ફોન કરજે. હું ભણતી હોઈશ ત્યારે ફોન નહીં ઉપાડું.”

રીમાની માતા એ કહ્યું, “ ઠીક છે સમયસર ઘરે આવી જજે.”

“હા મમી. હવેથી રોજ જવું પડશે.”

રીમા ઘરેથી નિકળીને એના ઘરથી દૂર છેડે આદિત્યને મળી. રીમા એની સાથે બાઈક પર બેઠી.

આદિત્યે પૂછ્યું, "બરાબર બેઠી છે ? રીમા”

રીમાએ કહ્યું, “હા હું બરાબર બેસી ગઈ.”

આદિત્યએ કીધું, “બરાબર પકડજે”.

“હા આદિત્ય તમે છો પછી મને ચિંતા જ નથી.”

“અછા રીમા.”

“હા આદિત્ય મને ખબર છે તમે મને નુકસાન પહોંચાડી ન શકો.”

“રીમા તું મને એટલું જલ્દી ઓળખી ગઈ. આપણે તો હજી બહુ મળ્યા પણ નથી.”

રીમા હસતા હસતા બોલી “હા સર મેં તમને જલ્દી ઓળખી લીધા.”

“પાછું સર કીધું રીમા”

ફરી હસતા હસતા બોલી “હવે તમે મને ભણાવસો એટલે હવે મારે સર કેવું પડશે.”

“ના ના રીમા મહાવિદ્યાલય સિવાય બીજે તને આદિત્ય કહેવાનું.”

મીરાએ કહું, “ઠીક છે.”

આદિત્યે પૂછ્યું “હવે ચાલું કરું બાઈક રીમા?”

રીમા એ કહ્યું, “ હા પહેલા તમારા ઘર આગળ ગાર્ડનમાં લઈ જજો.”

“હા હા મીરા તું કહીશ ત્યાં રોકીશ.”

“રીમા ગાર્ડન આવી ગયું.”

“હા આદિત્ય અહીંયા બાઈક રોકો.”

રીમાએ કહ્યું “ચાલો અહીંયા થોડી વાર સાથે ચાલીએ”

ત્યાર પછી બન્ને સાથે ચાલવા લાગ્યા. થોડી વાર સુધી ચાલ્યા.

રીમા બોલી,”ચાલો ને કંઈ રમીએ પછી નાસ્તો કરીને ભણશું.”

“હા ચાલ રીમા તું બોલ તારે શું રમવું છે ?”

“કઈ પણ આદિત્ય અહીંયા ગાર્ડનમાં રમી શકાય એવી કોઈ રમત. રમીએ”

“ ઠીક છે ચાલ રીમા રમીએ.”

ચાલ રીમા “આજે પકડા પકડી રમીએ. કાલે બેડમિન્ટન લઈ આવીશ.”

“ ઠીક છે આદિત્ય. ચાલો રમીએ.”

બન્ને ખુબ રમ્યા ને રમવામાં મજા આવી ગઈ.

ત્યાર પછી આદિત્યના ઘર પાસેથી ઈડલી લીધી ને બન્નેએ નાસ્તો સાથે કર્યો.

હવે આદિત્ય રીમાને ભણાવવા બેઠા. તે એટલી સરસ રીતે ભણાવતા કે રીમા તો પ્રસન્ન થઈ ગઈ.

હવે મહાવિદ્યાલયનો સમય થવા આવ્યો એટલે તેઓ આદિત્યના ઘરેથી નીકળ્યા.

જેમ નક્કી થયું હતું તેમ આદિત્યે મહાવિદ્યાલયથી દૂર છેડે રીમાને છોડી ને કહ્યું, “લાયબ્રરીમાં મળશું બરાબર.?”

“હા આદિત્ય મારી રાહ જોજે હું જમીને આવીશ.” આદિત્યે રીમાને કહી કીધું “હા તું મને જમતા દેખાય છે અમારા શિક્ષકખંડના કાચમાંથી.”

રીમા બોલી, “અચ્છા સરસ આદિત્ય તો તો વાંધો નહીં આવે.”

“તમે મને કેમ નથી દેખાતા?”

“હું પણ દેખાઉં છું રીમા પણ તારું ધ્યાન ન હતું."

રીમાએ કહ્યું ,”એવું છે સોરી આદિત્ય. હવે ધ્યાન રાખીશ."

"સોરી નહીં કહેવાનું રીમા હવે આપણે મિત્ર બની ગયા.”

“હા આદિત્ય બરાબર. ચાલ આદિત્ય હવે હું ઉતરું પછી મળીશું.

સાંજના સાથે જઈશું ભૂલતા નહીં."

“ ના ના હું નહીં ભૂલું મને યાદ છે રીમા.”

હવે રીમા મહાવિદ્યાલયમાં ગઈ ને એના વર્ગમાં બેસી ગઈ. રીમાએ જોયું ટીના એના વર્ગમાં બેસી ગઈ છે પણ એને રીમા સાથે વાત કરવાની જરૂરત ન લાગી.

રીમાને લાગ્યું એના કરતા તો આદિત્ય સર સારા છે. મને એટલા ઓળખતા ન હતા તો પણ કેટલું ધ્યાન રાખે છે ને કરે છે મારા માટે.

હવે મહાવિદ્યાલયમાં પહેલા લેક્ચરરની શરૂઆત થઈ ને આજે પહેલું લેકચર આદિત્યનું હતું એટલે રીમાની ખુશીનો પાર ન હતો.

એને ફરી આદિત્યને જોવા હતા ને તે દેખાઈ ગયા.

આ બાજુ આદિત્ય વિચારતો હતો રીમાને હવે ક્યારે જોઈશ પણ ખુશ નસીબે મારો પેહલો લેક્ચરર હતો એટલે એના ખુશનો પણ પાર ન હતો.

હવે આદિત્યl લેક્ચર ભણાવવા લાગ્યા. રીમા પણ ભણવામાં ધ્યાન આપવા લાગી.

આદિત્યે જોયું ટીનાનું જરા પણ ધ્યાન ન હતું. તે એને ન ગમ્યું એટલે તે ટીના પર ખિજાયો અને ટીના ગુસેથી લાલ થઈ ગઈ ને વર્ગથી બહાર નિકળી ગઈ આદિત્ય સરને પૂછ્યા વગર. તે આદિત્ય ને ન ગમ્યું. એટલું રૂબાબ બતાવે છે? આદિત્યને ખબર ન હતી કે તે રીમાની બહેન છે.

આજે આદિત્યનું પહેલું લેકચર લાંબુ હતું કેમ કે તે હમણાંજ થોડા દિવસ પહેલા આ મહાવિદ્યાલયમાં જોડાયા હતા એટલે એને ઘણું ભણાવવાનું બાકી હતું. બીજા લેક્ચરરનું લેકચર પણ આજે એને લેવાનું હતું કારણ કે તે આજે મહાવિદ્યાલયમાં આવ્યા ન હતા.

બીજું લેકચર પણ એનો જ હતો એટલે રીમાને ગમ્યું કે આદિત્યને એટલી બધી વાર જોઈ શકીશ ને એવું લાગ્યું કે જાણે મારી સાથે જ છે.”

પછી રીસેસ થઈ. રીમા જમતા મનમાં વિચારતી હતી આદિત્યને ખબર પડશે ટીના મારી બહેન છે તો મારી સાથે વાત નહીં કરે તો મને નહીં ગમે.

પછી બીજા લેકચર્સ પાસેથી આદિત્યને ખબર પડી કે ટીના રીમાની જુડવા બેહેન છે. તે રીમાથી સાવ અલગ હતી એટલે ત્યારે આદિત્યને ખબર ન પડી.

રીમા જમતાં જમતાં ઉદાસ દેખાતી તે આદિત્યને કાચમાંથી દેખાયું. આજે કેમ રીમા ઉદાસ દેખાય છે આદિત્યે વિચાર્યું ને ચીંતા થઈ પણ ત્યાંથી પૂછી ન શકે તો કેવી રીતે પૂછું ?

જમ્યા પછી રીમાએ આદિત્યને મેસેજ કર્યો આજે હું લાયબ્રરી નહીં આવું મારી રાહ નહી જોતા

પણ સાંજના ચોકકસ મળીશું. આદિત્યયને સમજાણું નહીં રીમાએ આમ કેમ કર્યું શું વાત હશે?

હવે મને સાંજ સુધી રાહ જોવી પડશે.

આદિત્યના મનમાં એવું કંઈ ન હતું. ટીના એની બહેન છે જાણીને પણ આદિત્યને કોઈ ફરક પડતો ન હતો પણ તે રીમાને ખબર ન હતી.

હવે તે દિવસનો છેલ્લો લેકચર હતો. રીમા આતુરતાથી આદિત્યની રાહ જોઈ રહી હતી પણ લેકચર બીજા લેક્ચરરનો હતો એટલે રીમાને આદિત્ય ન દેખાણો

રીમા લેકચર ખતમ થવાની ને આદિત્ય ક્યારે મળે એની રાહ જોતી હતી.

હવે આખરે લેકચ પૂરો થઈ ગયો ને ઘરે જવાનો સમય થઈ ગયો એટલે ટીના ઘરે ચાલી ગઈ. એને ખબર હતી રીમા સાથે આવાની ન હતી એટલે તે ખુશ હતી.

હવે રીમા ને આદિત્ય મળ્યા. રીમા આદિત્ય સાથે બાઈક પર બેઠી.

આદિત્ય બોલ્યો, “બરાબર બેસ રીમા”

ત્યાર પછી પણ રીમા બરાબર બેઠી ન હતી.

આદિત્યે રીમને બરાબર બેસાડી. રીમાને બહુ ગમ્યું.

“આજે શું થયું છે રીમા હું જમવા ટાણેથી જોવ છું તું ઉદાસ છે.”

રીમાએ કહું" કાંઈ નહીં."

રીમા કાંઈ તો નક્કી થયું છે બોલ જલ્દી.

“આદિત્ય સાચે કાંઈ નથી.”

“તારા ચહેરા પર દેખાય છે. બોલ જલ્દી રીમા.”

“ હું તમને તમારા ઘરે પહોંચી ને કઈશ આદિત્ય.”

“પછી ના ન પાડતી કાંઈ નથી થયું આદિત્ય મને બધી ખબર પડે છે રીમા."

“હા હું તમારાથી કાંઈ નહીં છુપાવું આદિત્ય."

“હું એની રાહ જોઈશ રીમા”.

હા હવે રીમા આદિત્યને ચુસ્ત પકડીને બેસી ગઈ. આદિત્યને પણ સારું લાગ્યું.

હવે તેઓ આદિત્યના ઘરે આવી ગયા તો પણ તે હજી આદિત્યને પકડી ને બેઠી હતી.

જાણે તે તેનાથી દૂર થઈ જશે એના મગજમાં બેસી ગયું હતું.

આદિત્ય બોલ્યો “ઉતરી જા રીમા”

તે આદિત્યને છોડતી ન હતી. તે એને ગમ્યું પણ એને સમજાતું ન હતું શું થયું છે રીમાને ?

ફરી આદિત્યે પ્રેમથી રીમાને કીધું,"ઉતરીજા રીમા કેમકે એને ખબર હતી તે ખુબ ઉદાસ છે."

હવે રીમા ઉતરી પણ તેણે આદિત્યનો એક હાથ પકડી રાખ્યો જાણે આદિત્ય એનાથી બહુ દૂર થઈ જશે. તે એને છોડતી જ ન હતી.

આદિત્યને લાગ્યું હમણાં રહેવા દઊં. તે મારો હાથ પકડીને ખુશ થતી હોય તો પકડવા દે. તે હાથ પકડીને ખુશ તો થઈ. બપોરથી ઉદાસ હતી.

ક્રમશ: