...

5 views

વચન
*વચન*

રાત થઈ ગઈ છે.હજી પણ ફેંસલો નથી આવ્યો.
કેટલી રાહ જોવી,ધીરજ ખુંટતી જાય છે.
બધા સમાચાર જોઈ લીધા આજના, પણ ફેંસલો શું કરવું ન કરવું કંઈ સમજાતું નથી.
રાધિકાના માં વિચારો નું યુદ્ધ ચાલી રહ્યું હતું.

અને એક જાણીતો અવાજ કાને પડ્યો.

રાધિકા બેટા શું વિચારે છે? ઘડિયાળ માં સમય જોયો છે તે, રાતના ૧૨ વાગ્યા છે.
નિર્ણયની રાહ જોઈ રહી છે?
હા પપ્પા,હું પણ હવે સૂઈ જાવું છું.

જય શ્રી કૃષ્ણ.

આજ કાલના છોકરાઓ એટલા સેન્સેટિવ છે. ના પૂછો વાત, મેં કહ્યું ત્યારે સુવા ગઈ. હરીશે તો કામ માંથી ફૂર્સુદ લેવી નથી અને રાધિકા વહુ ને વિચારો માં કામ સૂઝતું નથી.

હરીશ અને રાધિકા એક સુંદર પતિ -પત્ની અને નંદન ભાઈ હરીશ ના પિતા.
એક સરસ અને સરળ પરિવાર.
નંદન ભાઈ ને અવાર નવાર તેમના પત્ની ની યાદ આવતી,તે ક્યારેક એકલા પડી જતાં પણ આ બને ને યાદ કરી પાછા એક સમજદાર પિતા અને સસરાની ફરજ બજાવતા.

રાધિકા પોતાના રૂમમાં પ્રેવેશે છે ને જોય છે કે હરીશ સૂઈ ગયા છે.

તો પણ એક વાર હરીશ ને જગાડવાનો પ્રયત્ન કરે છે.
હરીશ...હરીશ... લાગે છે સૂઈ ગયા.


"હું ક્યાં સૂતો છું,યુગો યુગો થી જાગું છું.
રાધિકા,
મને જાણ છે તારી અસમંજસ ને અધીરાઈ તને ખૂંચે છે.
હાં પણ તારો પ્રશ્ન સાચો છે. તને ફેંસલો જોઈએ છે.
તો સાંભળ ફેંસલો મારી પરવાનગી વિના નહિ આવી શકે.
અંતે આ ફેંસલો મારા વચન ને આધીન છે તેના થી તું અણજાણ છે રાધિકા.
​જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મ વધી જશે ત્યારે ત્યારે ધર્મ ના રક્ષણ માટે હું આ પૃથ્વી પર જન્મ લઈશ.
​પાપ ના વિનાશ અને પુણ્યાત્માઓ ના રક્ષણ માટે.
​આ વચન મારા છે.તું મારી વહાલી ભક્ત છે રાધિકા.

​શું તું મને વચન આપીશ કે તારા દરેક વચનો નું તું પૂરા દિલ થી પાલન કરીશ.

​સપ્તપદી ના વચન
​શાળામાં લીધેલી પ્રતિજ્ઞા ના વચન
​તારા માતા પિતા ને આપલે વચન
​તારા નાગરિકત્વ ના વચન
​તારા કાર્ય ક્ષેત્રનાં વચન
​અને અંતે તું એક સદાચારી મનુષ્ય છે તે માટે માણસાઈ ના વચન...
​આટલા વચનો નું પાલન કરી આપ.

​અટ્ટહાસ્ય....

તું પણ એક મનુષ્ય છે.
તને પણ જોઈએ છે કે હું સમગ્ર મનુષ્ય સમાજ ને આપેલા દરેક વચનો નું પાલન કરું.
પણ તમે તમારી એક પણ ફરજ એક પણ વચન સારી પેઠે નહીં પાળો, ખરું ને?

ડર નહીં રાધિકા હું તો બસ મારા મન ની વાત મારા પ્રિય ભક્ત ને કરવા આવ્યો છું.

તારો હરીશ તો સૂઈ ગયો છે. પણ આ હરીશ જાગૃત છે.

કાલ ના સમાચાર જોઈ લેજે....
તથાસ્તુ.
રાધિકા ધ્રાસ્કા સાથે ઉઠી, ને જોયું તો સવાર ના ૬ વાગ્યા હતા.
તે પસીનાથી તરબોળ હતી.

તે ટેલિવિઝન ચાલુ કરી સમાચાર જોવા જાય છે, ત્યાં તેના સસરા જોર થી સાદ પાડે છે.રાધિકા એમની રૂમ તરફ આગળ વધે છે ત્યારે સસરા
અને કહે છે બેટા રાધિકા લાલજી, લાલજી.

રાધિકા જુએ છે કે,મંદિરમાંથી લાલાજી ની મુરત ગાયબ છે.

રાધિકા ટીવી માં ન્યૂઝ જોવા પાછી વળે છે અને ફેંસલો આવી જાય છે.
અયોધ્યામાં રામ મંદિર બનાવવાની મંજૂરી મળી ચૂકી છે અને મહામારી એના અંતિમ તબક્કા પર છે.
જલ્દી જ અકસીર દવા પર્યાપ્ત માત્રા માં ઉપલબ્ધ થઇ જશે.

રાધિકા સ્તબ્ધ રહી જાય છે,અને મનમાં ભગવાન ને ખૂબ ખૂબ પ્રાથના કરે છે અને પોતાને ધન્ય માને છે.

રાધિકા નિર્ણય લે છે કે તે હવે પછી જે પણ વચન લેશે તેને અચૂક પાળશે.
તે હરીશ ને જગાડી ગળે લગાડે છે , પુરો બનાવ હરીશ ને કહે છે. પોતાને વળી ધન્ય સમજે છે કે તે બંને નાથની વહાલી છે.



જય શ્રી કૃષ્ણ

સર્વ લોક ના નાથ આપણા અતૂટ વિશ્વાસથી આપણી સમક્ષ છે. કોઈ ના કોઈ રૂપે તેમને આપણે સાધવા જોઈએ.
© prachirav