...

1 views

કાળી ચૌદસ ની ભયાનક રાત
કાળી ચૌદસ ની રાત મિત્રો આમ તો ખુબજ ભયાનક અને ડરાવાની હોય છે અને એમાં પણ તે રાત ના થયેલા અનુભવ માણસો ને આખી જિંદગી યાદગાર રહેતા હોય છે અને તેના ડર સાથે આખું જીવન પસાર કરતા હોય છે . તો ચાલો આપણે પણ એક એવા જ સફર ની વાત કરીએ અને આપણે પણ જીવનમાં થોડા સાચા ડર નો અનુભવ કરીએ .

કેશવ નગર નામનું એક ગામ હતું ત્યાં આગળ એક કનુભાઈ નામના માણસ રહેતા હતા તેઓ કાળી ચૌદસ ની રાતે દર વર્ષે સાધવા જતા હતા અને વિધિ કરવા શમશાન માં જતા હતા .તેઓ આ વર્ષે પણ વિધિ કરવા શમશાન માં જવાના હોય છે .ગામના ઘણાં લોકો એમને ખુબજ સમજાવે છે કનુભાઈ દરેક દિવસો અને વર્ષો સરખા નહિ હોતા અને તમે દર વર્ષે ત્યાં જાઓ છો પણ મહેરબાની કરીને આ વર્ષ નહિ જાઓ કેમકે આ વર્ષ ખુબજ ભોગ લેવાયા છે ત્યાં આગળ અને તમારું જવું હિતાવહ નથી એટલે રહેવા દો .

પણ કનુભાઈ પોતાની જ મસ્તીમાં કે એતો રહેવાનું અને સાચા મર્દ હોય એ ડરે નહીં તમે બધા ડરપોક છો જે ડરો છો અને આવી વાતો થી હુતો દર વર્ષે જવું છું એટલે આ વર્ષે પણ જવાનો જોવું કે ત્યાં કોણ આવે અને કેવુ આવે અને મારાથી તો બધા બીવે કેમકે મારી શક્તિ જ એવી છે કે કોઈ ભૂત આવતા પણ વિચાર કરે .કશું ના થાય તો પણ ગામ વારા ઘણા લોકો કે અમને તમારા પર પૂરો વિશ્વાસ છે પણ અમે તમને જાતે કરીને મોત ના છાંયડા માં જવા દેવા નહીં માંગતા અને તમે ત્યાં શમશાન માં જવાની ખોટી જીદ કરો છો .

કનુભાઈ કે એવા તો કેટલાય ના પાણી મપાય છે ત્યાં આગળ મારુ પાણી કાઢવાની તાકાત એમનામાં નથી મારી શક્તિ ની વાત જ અનોખી છે .શું કહેવું જીવાભાઈ બરાબર ને .જીવાભાઈ કે વાત તો બરાબર છે પણ મોત જયારે આવાનું હોય ત્યારે એક ઈશારો કરે છે અને સમજાવે છે પણ પછી જેવી તમારી ઈચ્છા...