...

2 views

એક નવો દિવસ
આદત તારી હતી તો મારી પણ તો હતી
રોજ રાહ તું જોતો હતો તો હું પણ તો જોતી હતી
જેટલું તને વાગ્યું તું એટલું જ કદાચ મને પણ વાગ્યું તું
નાની નાની વાતો માં લાંબી રાતો માં એલાર્મ માં ચિંતા માં પ્રેમ માં ગુસ્સા માં તું જ જાણે એમ પરોવાઈ ગયો જાણે દૂધ માં સાકર
ક્યારેય વિચાર્યું જ નઈ એ દિવસ એ રાત માટે જેમાં તું નઈ હોય
ભૂખ તારી હતી તો ભૂખ્યા રહેવાનું કારણ પણ તો હું જ હતી
એ રાત તારી માટે છેલ્લી હતી તો મારી માટે પણ તો હતી
આંસુ તારા નઈ સુકાયા તો આંખો ભીની મારી પણ તો હતી
તને કદાચ હજી એમ છે કે ખાલી તે જ બધું ખોવ્યું છે પણ તને શું ખબર કે હું એ શું ખોવ્યુ છે
એક દોસ્ત જે મારા માટે મારો ખજાનો હતો જેને મારા બધાં સપના ખબર છે,
એક પ્રેમી જેને મને હર એક રીતે સ્વીકારી ને પ્રેમ કર્યો છે
તારી પાસે મારી વાતો ને યાદો છે રડવા માટે કદાચ એક ખૂણો ને ઘણી બધી વાતો...