...

1 views

બીજા કોને કેહવાય

ક્રિષ્ના નદી ને કિનારે એક વસુદેવ નામનું શહેર હતું એક દસકા પેહલા ની વાત છે જ્યારે તે શહેર માં પોસ્ટ માસ્તર ની નોકરી કરતા કાકા અને તેમનો પરિવાર રહેતો હતો.ગિરિધર કાકા, ગોપી કાકી,શિલ અને શોભા તેમના વહુ દીકરા તેમનો નાનો પોત્ર ગોપાલ અને નંદિની મોટી પોત્રી આ ૬ જણ નો પરિવાર.

શીલ અને શોભા બંને નું લગ્ન જીવન સરેરાશ સુખ દુઃખ ના તાલમેલ સમુ ચાલતું હતું.બંને ના સંસાર ને જોડી રાખનાર ગિરધર કાકા અને તેમના પોત્ર,પોત્રી ગોપાલ અને નંદિની.શીલ ખૂબ જ વ્યવહારુ જ્યારે શોભા મોજીલી અને દયાળુ ,ભોળી કહીએ તો પણ ચાલે.


એક મેક ને પકડી ને ચાલનારા કાકા કાકી એટલા ચિંતિત નહતા પણ એક દિવસ ગોપાલ ગિરધર કાકા ની વાત ફોન પર સાંભળી ગયો. "આપણે તો ભાઈ પોસ્ટ માસ્ટર પત્ર આપવા બીજા ને અને બીજા એ આપેલ ચિઠ્ઠી પત્રો તેમના સગા વાહલા ને પહોંચાડવા આપણું કામ પૂરું.આગળ જે શબ્દો સાંભળી ગયો ગોપાલ તે જરા ચિંતા નું કારણ હતું.
એક સાંજે ગિરધર કાકા આંગણાં માં બેઠા હતા ત્યાં જ ગોપાલ આવ્યો તેણે કહ્યું"દાદા દાદા તમને કઈ પૂછવું છે"
બોલ બેટું શું પૂછવું છે,"બીજા એટલે કોણ"?
૬ વર્ષ ના ગોપાલ ના આ સવાલે મારા મનમાં ચમકારો કર્યો.
કેમ આમ પૂછે છે ગોપુ,શું થયું?
દાદા તમે ઓમકાર દાદા સાથે વાત કરતા હતા ને બીજા ના ચિઠ્ઠી પત્ર વાંચી ને આપણે નવલિકા પુસ્તક લખી બીજાઓ ને શું ખબર એની વિગતો ક્યાં પહોંચી છે.
પ્રાઇવેટ માંથી પબ્લીક થઈ ગઈ.
આ શું કહેતા હતા તમે બીજા કોણ હોય ,પ્રાઇવેટ શું હોય પબ્લીક શું હોય.
હું વિસ્મય પડી ગયો મારા નાનકડા ગોપા ને આટલું બધું સમજાયું પણ અધૂરી સમજ હાનિકારક છે મારે શું કરવું?

રાત પડી ગોપાલ ને મેં બોલાવ્યો ને કહ્યું કે બેટા આજે હું તને વાર્તા કહેવા ઈચ્છું છું,તું શુઇશ ને મારી સાથે
બેટુ. હા દાદા. જા તો શીલ અને શોભા ને કહી આવ જા.
હું અને મારો ગોપું સૂતા એક જ પલંગ પર.જો ગોપાલ
તું મારો છે એટલે આપણે એક જ પરિવારના છીએ પણ તારા ટીચર અને એના ટીચર કે ફ્રેન્ડ્સ બીજા કેહવાય.એક વાર બે બિલાડી બહેનો એક શિકાર ઉંદર ને પકડવા ભાગી નીકળી ઉંદર ના ભાઈ બહેનો એક હતા તેઓ બિલાડી નો અવાજ કરી બેવ બિલી બહેનો ને ઉલ્લુ બનાવી ભાગી ગયા તો આમાં બિલી બેન માટે ઉંદર બીજા અને ઉંદર માટે બિલી બેન બીજા

દાદા તો બીજા જેને આપણે જાણતા નથી જે આપણા જેવા હોતા નથી એમના ચિઠ્ઠી ની વિગતો લેવી એ તો ચોરી કેહવાય કારણ કે તમે જ કહેતા હતા મારા દોસ્ત મનું ની પેન્સિલ મારે ના લેવાય કે વપરાય તો પછી....
હું ક્ષોભ માં પડી ગયો મારા મનમાં ગોપાલ ની બીજા કોણ આ વાત ગુંજી રહી હતી આખી રાત મને નિદ્રા નહિ આવી..
સવારે ચા નાસ્તો કરતી વેળા એ મેં મારા ગોપૂ ને કહ્યું કોઈ બીજા હોતા જ નથી આખું જગત આપણું ઘર અને પરિવાર છે. બસ મારી ભૂલ એ જ કે મેં જાણ કર્યા
વગર એની વિગતો લઈ ને લખી તે ચોરી કેહવાય.

આપણે માનીએ તો બધા આપણા ને ન માનીએ તો બધા બીજા
આપણી સંસ્કૃતિ કહે છે આં વસુધા આખી એક કુટુંબ છે મને મારી ભૂલ સમજાય ગઈ ગોપાલ આપણે આપણા હિત કે ઈચ્છા માટે કોઈના અંગત પત્ર ની માહિતી ચોરવી ના જોઈએ
હવે પછી આવું નહિ થાય તેની કાળજી રાખીશ બેટા.

© prachirav