...

3 views

બે અનોખી જુડવા બહેનો - ૨
હવે મહાવિદ્યાલયમાં જમવાની રીસેસ પડી. રીમાને સંધ્યા સાથે જમવા ગયા. ટીના પણ જમવા ગઈ. તે એનું જમવાનું અલગ લાવતી. એને રીમા સાથે જમવું ન ગમતું. તે સાથે ન જમતી ને બેસતી. તે અભિમાની હતી એટલે તે કોઈ સાથે ન ભળતી ને રીમાને એના મિત્ર સાથે તો બિલકુલ નહીં જ.

હજી લેક્ચર ચાલું થવાને ઘણી વાર હતી એટલે રીમાને સંધ્યા ચાલતા ચાલતા ખૂબ વાતો કરતા મહાવિદ્યાલયની લાઈબ્રેરી તરફ પહોંચ્યા. તેઓ અંદર ગયા. લાઈબ્રેરીમાંથી ચોપડી લીધીને હવે વર્ગમાં પાછા આવી ગયા.

બંનેને વાંચવાનો ખૂબ શોખ હતો.

બીજી બાજુ ટીના જમીને બહાર ફરતી.એને ભણવા કરતાં ફરવાનો શોખ હતો.

રીમા બધા સાથે ભળતી પણ ટીના પોતામાંજ રહેતી. તે કોઈ સાથે વાત કરવાનું પસંદ ન કરતી. એટલે વર્ગના બધા વિદ્યાર્થીઓ એનાથી દૂર રહેતા.

આજનો એક જ લેક્ચર બાકી હતો. રીસેસ પછી બધા વર્ગમાં પહોંચી ગયા ને ફરી ભણવા લાગ્યા.થોડી વારમાં લેક્ચર પણ પતી ગયું એટલે બધા વર્ગમાંથી નીકળ્યા.વર્ગ છૂટ્યા પછી થોડી વાર રમતા ને પછી ઘરે જતા.વર્ગએ મીરા ને કહ્યું, ચાલને આપણે થોડી વાર બેડમિંટન રમીએ.

ત્યાર પછી બંને બેડમિંટન રમ્યા.ટીના ખાલી જોવા ઊભી હતી. રીમાને સંધ્યાને તો ખુબ મજા પડી ગઈ. તેમનું બહુ જામતું ને એમના વિચારો પણ સાથે મેળ ખાતા.

પછી સંધ્યા એના ઘરે ગઈ ને રીમા અને ટીના પણ સાથે ઘરે ગયા.

ક્રમશ: