...

0 views

ચારણ-કન્યા
ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જંગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. તુલસીશ્યા મથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડયા. રોળકોળ વેળા થઇ હતી. ખાડુ-ધણ ઝૂંપડે આવતા હતા. તેમાથી હીરબાઇ કરી એક ચારણ બાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ કયારની યે ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી. એવખતે 'ચારણ- કન્યા' ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”- દુલા કાગ
સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કયપાતળિયો જોદ્ધો ગરજે
મો ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! કર્યા કર્યા ગરજે? બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિબઓની
ગોહરમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાપે! વાડામાં વાછડલા કાપે કૂબામાં બાળકડા
કાપે મધરાતે પંખીડા કાપે ઝાડ તણા પાંદડલા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે સૂતા ને જાગતા
કાપે જડ ને ચેતન સૌએ કાપે આખ ઝબૂકે કેવી એની આખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે
અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે જડબાં
ફાડે! ડુંગર જાણે ડાચાં ફાડે । જોગી જાણે ગુફા ઉઘાડે । જમરાજાનું દ્વાર ઉઘાડે | પૃથ્વીનું પાતાળ ઉઘાડે । બરછી સરખા દાત
બતાવે લસ લસ કરતા જીભ ઝુલાવે. હાદર ઊઠે! બડકદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઉઠે ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે ઘર ઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે
દુધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! ઊભો
રે'જે! ત્રાડ પડી કે ઊભો રે'જે! ગીરના કુત્તા ઊભો રે'જે! કાયર દુત્તા ઊભો રે'જે! પેટભસ ! તું ઊભો રે જે ! ભૂખમરા ! તું ઊભો
રે'જે! ચોર લૂટારા ઊભો રે જે ! ગા-ગોઝારા ઊભો રે જે । ચારણ કન્યા ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડતી ચારણ કન્યા પહાડ ધૂમતી
ચારણ કન્યા જોબનવતી ચારણ કન્યા આગ ઝરતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદમ્મા શી ચારણ કન્યા ડાંગ
ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાય હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ભયથી ભાગ્યો ! સિંહણ,
તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો !- ઝવેરચંદ મેધાણી
© 🄷 𝓭𝓪𝓵𝓼𝓪𝓷𝓲𝔂𝓪