આપણો પરિવાર
વર્ષ2020ની વિદાય અને વર્ષ2021નું આગમન
પ્રિય પરિવારજનો,
આપ સૌને વિશ્વ સંકટમય અને સંઘર્ષમય વર્ષ 2020 સફળતાપૂર્વક પસાર કરવા બદલ હાર્દિક અભિનંદન. ભગવાન પર ભરોસો, ઈશ્વર ની ઈબાદત, પ્રભુ નો પ્રેમ, અને પરમ કૃપાળુ પરમાત્મા એ પ્રદાન કરેલ પરમ શક્તિ વિકટ પરિસ્થિતિમાથી માનવ જીવન ને બહાર લાવવામાં મદદરૂપ થઈ છે. માનવ જાત ને કુદરત દ્વારા અપાર શીખ મળી છે॰ સાથ, સહકાર અને સમર્પણ ની અજોડ ભાવના જાગૃત થઈ છે. પ્રેમ. પરોપકાર અને પરિશ્રમ ની ચેતના નો સંચાર થયો છે. માણસ ને ઝૂમવાની સાથે ઝ્ઝુમવા નું સાહસ પણ હસ્તગત થયું છે. હૈયામાં હિમ્મત નો મન પ્રવેશ ચોક્કસ થયો છે. પરિવારમાં નૈકટ્ય નું પરમ પ્રાગટ્ય થયું છે.
નુતન વર્ષ 2021 નું આગમન આપ સૌ માટે નવજીવન, નવસંકલ્પ, નવરચના ની સાથે નવપલ્લિત રહે તેવી પ્રભુ પ્રાર્થના. અમુલ્ય જીવનયાત્રામાં સાથ, સથવારો અને સધિયારા ની એક-મેક ને ખાસ જરૂર છે. એક વ્યક્તિ કઈ કહી શકે, પરંતુ વ્યક્તિઓનો સમૂહ કે બે વ્યક્તિ સાથે હોય તો વાત કરી શકે, એક વ્યક્તિ મજા કરી શકે, જયારે સમૂહ ઉજવણી કરી શકે, એક વ્યક્તિ સ્મિત કરી શકે પરંતુ સમૂહ હાસ્ય નો ખજાનો પ્રદાન કરી શકે. કોઈ ચિંતક ની સુંદર અને સચોટ વાત.. જીવનમાં ખુશી આવે તો મીઠાઈની જેમ ચાખી લેવી અને જયારે ગમ કે દુખ આવે ત્યારે તે પણ દવાની જેમ ગ્રહણ કરી લેવું, હર સમય , હર પરિસ્થિતી નો સહજ સ્વીકાર જિંદગી ને સરળ અને નિર્મળ બનાવે છે॰
મિત્રો, જીવનમાં આપવું જ હોય તો કોઈ ને હસી શકે તેવો સમય આપજો, પરંતુ કદી વહાલમાં વીંટાળી ને વેદના ના આપશો. નવા વર્ષમાં જિંદગીમાં સંપૂર્ણ જીવન માટે પ્રેમ માં વિશ્વાસ, આશામાં સંતોષ, ભક્તિમાં ભાવ, વિચારોમાં ચિંતન, ભણતર માં ગણતર, પારિશ્રમ માં શ્રમ, નિયમિતતા માં નિયમ, સંબંધમાં આત્મીયતા અને પ્રભુ પ્રત્યે ની શ્રદ્ધા એમ નવ રત્નો સદૈવ આપની પાસે અને સાથે રહે તેવી શુભ કામના.
મિત્રો, નવા વર્ષ માં આપની કાર્યશીલતા સર્વોત્તમ અને સર્વશ્રેસ્ઠ રહે અને આપ સર્વપ્રિયતા પ્રાપ્ત કરો તે માટે નીચેના દસ સોનેરી નિયમ અપનાવશો તો સફળતા આપના કદમ ચૂમશે.
[1] એક સમયે એક કામ કરો.
[2] સમસ્યા ને જાણવાની કોશિષ કરો.
[3] સાંભળવાની તૈયારી રાખો.
[4] જરૂર લાગે ત્યાં પ્રશ્નો પૂછો.
[5] વિનય અને વિવેક ને અગ્રતા આપો.
[6] પરિસ્થિતી નો સ્વીકાર કરો.
[7] ભૂલ ને સ્વીકારતા શીખો.
[8] વ્યવહારમાં સરળતા અને સહજતા રાખો.
[9] શાંતિ અને ધીરજ ને અપનાવો.
[10] હમેશા નિર્ભય બનો અને સ્મિત પ્રદાન કરો.
આપ સૌ પરિવારજનો ને વર્ષ 2021 નિરામય આરોગ્ય સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રભુ પ્રાર્થના.
આશિષ શાહ
iam. ashishshah on insta
ashishshah faceboon
binashish on youtube