...

16 views

શબ્દ
જ્યારે આપણા જ પોતાની જિંદગી થી અલગ થઈ જાય. ત્યારે આ શબ્દ માં હાશ કારો કેટલો હોય?

ત્યારે લાગે સ્વાર્થ નામના શબ્દ માં પણ કેટલું ઝેર છે. કોઈ પીઠ પાછળ હસીને સંતાકૂકડી રમે, તો કોઈક સામે જ નાળિયેર ના છોતલા ઉખેડે, પોતાને તો એમ માને કે મહેલ નું સામ્રાજ્ય તેના નામે જ થઈ ગયું છે.

સમય ના દરવાજા જયારે નાસીપાસ થતા હોય ત્યારે લાચાર વ્યક્તિ ની મનોદશા પર
હસવાને બદલે તેના ખબર પૂછી લીધા હોય
તો પણ તેના અંતર માં ટાઢક વળે.

શબ્દ વંચાય તો સારો લાગે શબ્દ બેફામ બોલાય ત્યારે રસ્તે રજડતા કુતરા ની જેમ ભોકાય છે.

શબ્દ ની સીમા ને ક્યાં સુધી લંબાવી ને ક્યાં સુધી ટૂંકાવી એ તમારા પરસ્પર ના સબંધ ને આધીન હોય છે.જે તમારા જીવન ને મજબૂત રાખે છે. ને બગાડે પણ છે.




© pb