Action film review
Action (૨૦૧૯)
એક્શન fun મૂવી રિવ્યુ
૨૦૧૯ માં રિલીઝ થયેલી અને હમણાં જ યુટ્યુબ પર goldmines telefilms ની official YouTube channel પર રજૂ કરવામાં આવેલી તમિળ એક્ટર વિશાળ ક્રિષ્ના રેડ્ડી ની ફિલ્મ એક્શન એ નામ મુજબ જ એક્શન કોમેડી ફિલ્મ છે .
જો તમે સાઉથ ઇન્ડિયન ફિલ્મો ના હિન્દી ભાષામાં ડબડ વર્જન ના શોખીન છો તો તમને અંબાલા મૂવી નો એ સીન તો યાદ જ હશે જેમાં કાર ને ઉડવા માટે કોઈજ પ્રકાર ના પંખા ની જરૂર નથી બસ બોનેટ ઉપર હીરો ને બેસાડી દયો એટલે પૂરું . પાંચ માળ જેટલી ઊંચાઈ સુધી ઠેકડો મારીને પણ કારની બોનેટ પર બેસેલા હીરોની હેરસ્ટાઇલ પણ વિંખાતી નથી .
હા ભાઈ હાચુ હાંભળ્યું આ મૂવી ના ડિરેક્ટર છે સુંદર C એટલે એક્શન અને કોમેડી નું એવું કોમ્બિનેશન જે ગોતવા છતાં બીજા કોઈજ ડિરેક્ટર માં જડે જ નહીં . રોહિત શેટ્ટી ના ફિલ્મ આખી ફિલ્મ પત્યા બાદ પણ જેટલી કાર ઉડે એના કરતાં વધુ કાર ના સ્ટંટ એક જ સીન માં આવી જાય . દિવાળી ના ફટાકડા એટલી જડપથી નહિ ફાટતાં હોય એટલા થી વધુ ઝડપે કાર બ્લાસ્ટ થઈ જાય .
જો તમે આ ફિલ્મ...