...

8 views

શબ્દોનું વાવેતર, વસમી વિદાય
શબ્દોનું વાવેતર, વસમી વિદાય

બપોરનું ટાણું છે, પૂર્વોત્તર પવનોને શું થયું હશે કે બસ ઉતાવળે ફૂંકાયે જાય છે, સાથે કોઈ શેઢે થી સુકાયેલ છોડના શવની હાંસી કરતો હોય એમ, એને પણ ઢસડી જતો હતો..! કારતકની ઠંડીની હજુ શરૂઆત જ થઈ રહી હોય ત્યારે મધ્યાહનનો સૂર્ય ગરમ તો લાગે જ ને..!

સમીરના સુસવાટા સિવાય આખી સીમમાં સુનકાર હતો..! એવે ટાણે વાડીએ અવળી કોદાળી કરીને મનમોજી ઢેફા ભાંગતો હતો.. અચરજ તો એ હતી કે અકેક ઢેફા ને ભાંગતા બારાખડી બબડયે જતો હતો..! એની પ્રિય પીપળ વસંત ની જેમ ખીલેલ હતી, ને ત્યાં જ કોઈ પુરાતન કાળનું આધિપત્ય જણવતો હોય ડાઘીયો ચકળવકળ ડોળા ફેરવતો બેસી રહ્યો હતો..! મારી પ્રિય, ગજી રિસામણે છે, કારણ બસ મેં તેણે પ્રેમથી બનાવેલ અનાનસના ભજીયા ખાધા નહોતા..!!

વાડીની વચ્ચોવચ્ચ એણે હાથવા એક ખાડો કર્યો. પાઘડીના છેડે એક આંટી સહેજ ઊંચી કરી, ત્યાંથી કાંક ચબરખી જેવું કાઢ્યું, અને એને ખાડા માં પધરાવી માથે ધૂળ વાળી દીધી.. પાંહે પડેલ ટીપણા...