ઝાંપો ઉદાસ છે -(પ્રકરણ -14)
'હજી કેટલો સમય લાગશે ભાઈ...' રીનાએ પૂછ્યું.
' બસ પહોંચી જ જઈશું... કલાકેક માં... ' એકે જવાબ આપ્યો.
'કંઈક નાસ્તો કરવો છે તમારે... કહેજો... કોઈ હોટેલ પર રોકીશું... '
' ના ના મને બિલકુલ ભૂખ નથી '
' ભલે... '
ભુખેય ક્યાંથી હોય... અનેક વિચારોનું ટોળું વંટોળની જેમ એના મન પર તૂટી પડ્યું હતું...ગાડી નો વેગ જેમ જેમ વધતો ગયો એટલી જ ગતિ વિચારો પણ પકડતા હતાં...
જન્મોજનમ ના સાથના વચન વાસવ બસ અમુક વર્ષો માં ભૂલી ગયો...? જન્મોજનમ ના સાથ નો મતલબ આટલાંજ વર્ષ થાય ? એ મને ભૂલી ગયો...? ક્યાંક એ મને ઓળખવાની ના તો નહિ પાડી દે ને... ?ક્યાંક મારું અપમાન કરી... ધક્કા મારી બહાર તો નહિ કાઢી મૂકે ને... ?આટલા વરસ થયા એને જોયાને... કેટલો બદલાઈ ગયો હશે.. ? કેવી હશે એની પત્ની... ?ખૂબ સુંદર હશે ?હા હા સુંદર તો હશે જ ને... તો જ તો... ! એની પત્ની એની કાળજી તો રાખતી હશે ને... ? એ ક્યારેક મને યાદ કરતો હશે ?એકાદ પળ માટેય હું યાદ આવતી હોઈશ... ? ' વિચારોનું વંટોળ થોભવાનું નામ નહોતું લેતું. પણ એક આંચકા સાથે ગાડી થોભી ગઈ.
એના વિચારોની તંદ્રા તૂટી. એને થયું પહોંચી ગયા કે શું ? એણે આસપાસ જોયું. સિગ્નલ ના કારણે ગાડી ઊભી રહી હતી. થોડીવારમાં સિગ્નલ ચાલુ થતાં ગાડીએ ફરી રફ્તાર પકડી. ને વિચારોએ પણ...
વિચારો અને ગાડીના રફ્તાર વચ્ચે પીસાતી રીના આખરે વાસવના ઘરે પહોંચી...
* * *
રીના ગાડીમાંથી ઉતરી અને ઘર અને રાજશી ઠાઠ -માઠ જોઈ રહી. દરવાજા પાસે પહોંચ્યા. એક માણસે આગળ આવી ડોરબેલ વગાડ્યો. રીના એ પણ બાઘાની જેમ જોઈ રહી. દરવાજો...