...

4 views

ગુલાબી ઠંડી...
શિયાળો એટલે આળસ ખંખેરી ઉગી નીકળતી તાજગી.. શિયાળો એટલે ફૂલ પર નું ઝાકળ નું બિંદુ.. શિયાળો એટલે સૂર્ય ની પહેલી કિરણ સાથે રચાતું સોનેરી આકાશ.. શિયાળો એટલે હૂંફ.. હુંફાળો સાથ, હૂંફાળી લાગણી, હુંફાળો સ્પર્શ.. શિયાળો એટલે વાદળો માં સંતાતો રસ્તો.. શિયાળો એટલે હૂંફાળા પાણી નો આનંદ.. ભીના વાળ માંથી ટપકતા બિંદુ.. ઉભા થતા રૂંવાડા...શિયાળો એટલે જોમ, જુસ્સો, યૌવન.. શિયાળો એટલે ગરમા ગરમ કોફી નો ઘૂંટડો.. શિયાળો એટલે મેઘધનુષી શાક.. શિયાળો એટલે ફળફળતો ટામેટા નો સૂપ.. શિયાળો એટલે બનતા અડદિયા ની સુગંધ.. શિયાળો એટલે રંગબેરંગી સંધ્યા.. વેલેરા ફરતા પંખીડા.. શિયાળો એટલે પ્રિયજન નો ખોળો.. રજાઈ નો છેડો.. રાત નો સુનકાર.. સંતાકુકડી રમતા વાદળ ને તારલા.. શિયાળો એટલે ગાલીચા માં લપાતી લાગણી.. શિયાળો એટલે સતત કોઈ ની હૂંફ ને લાગણી ઝંખતી નાનકડી ઈચ્છા.. શિયાળો એટલે પાગલપન.. શિયાળો એટલે ઘર નો ગમતો ખૂણો.. તાપણા નો ગરમાવો.. શિયાળો એટલે દિલ થી દિલ ની મનમોહક ઋતુ..

શિયાળા ની આછી આછી ફૂલલગુલાબી ઠંડી મુબારક...
© Deepa