...

9 views

સમાધાન
જયારે મુશ્કેલી માં માણસ સંતાય ત્યારે
સમાધાન નામ નું સરનામું ગોંટાળે ચડે છે.
લોકો ના મનનું સમાધાન,
લોકો ની શંકા નું સમાધાન,
લોકો ના વિચાર નું સમાધાન,
સમાધાન કરવું પણ જરૂરી છે. સમાજ માં રહેવા માટે, નહિતર લોકો આપણે નાતબાર નું સર્ટિફિકેટ આપી દે છે.
શું આવા સર્ટિફિકેટ ને જાળવવા માટે આપણી
લાઈફને છેતરાવી.
શું આવા સર્ટિફિકેટ ને જાળવવા માટે આપણા હક, જરૂરિયાત અને સપનાનું બલિદાન આપવું.
દોષ કુંડળી માં હોય, પણ દોષ લોકો ના વ્યવહાર માં હોય તો તેના માટે આપણા આત્મસન્માન ની આહુતિ ન અપાય.

સમાધાન ની સીમા ત્યાં સુધી જ હોય જયારે બે વ્યકિત ઓ વચ્ચે સમજણ અને પ્રેમ ની ભાવના હોય.

બાકી વિચારો ની આપલે તો હર જગ્યાએ થાય છે પણ ક્યારેક ઘીના દિવા ની જગ્યાએ જવાળામુખી પણ પ્રગટે છે.




© pb #Life&Life #gujarati