...

2 views

તું
તું સાચું જ કહેતો હતો કે શબ્દો નઈ મળે તને દર્શાવા માટે
તું સાચું જ કહેતો તો કે ખૂટી જસે તારા શબ્દો પણ તારી લાગણી નઈ ખૂટે
પણ સાચું કહું તો આજે મારું મૌન જ મારો જવાબ છે કદાચ
કારણ કે અચાનક પત્તા નો મહેલ પવન ની સાથે મારા સપનાં ને મારી લાગણી ને તને મારા થી કશે દૂર લઈ ગયો હોય એમ લાગે છે
વાત ખાલી એટલી જ છે કે તારા ને મારા ચાસમાં ના નંબર અલગ છે જે નજર તારી છે એમાં હું હોવા છતા ત્યાં નથી
ને મારા ચાસમાં માં તું થોડો પણ ઘણો છે
સમય ભલે થોડો હતો પણ મેં એમાં જીવ પૂરો આપ્યો છે
તને લાગે છે કે તને પ્રેમ થઈ ગયો છે એટલો સરળ તું છે નઈ કે કોઈ પણ તારા દિલ ને સ્પર્શી જાય
તું ક્યારે કયા વિચાર માં હોય એ સમજી જાય
હું ભલે ભગવાન નથી તો પણ હું એ બધા પ્રયત્ન કર્યા
ખાલી પ્રેમ મેળવી ને જ થાય એમ કોણે કીધુ ઉપર વાળો પણ મોકલ્યા છે એને કંઈ તો રમત બેસાડી હસે નેં તારા સામે તારા ચહિતા ને ઉભા કર્યા છે એને કંઈ તો વિચાર્યુ હસે ને
સરળ તારા માટે નથી તો એના માટે પણ નથી
તું કોઈ ને કહી નથી શકતો તો એ પણ તો કોઈ ને કહી નથી શકતી ને
ફરક ખાલી જોવા નો છે તને તારા હાથ આજે ખાલી ને આજ એના હાથ ભરેલા લાગે છે પણ એના ભરેલા હાથ નીચે છોલયેલા હાથ નથી દેખાતા
સરળ છે કહેવું ને આગળ વધી જવું અઘરું તો સમજવું છે
તમે કહેવું સરળ છે તું કહેવું મહેનત છે
પહેલા તો નસિબ ના હાથ માં હતું એટલે મળ્યાં
પણ એને સચવી ને વૃક્ષ બનવું એને સિંચવું સંભળાવું એ નસિબ માં નથી હોતું
મે આપણા સબંધ ને સિંચ્યા છે સાચવ્યું છે
જેનું ફળ કદાચ મને ક્યારેય નઈ મળે
તું એકલો છે એમ સમજી ને જઈ છે પણ તું ભૂલી ગયો કે તું એકલો હતો નઈ
છતા તને ખબર નઈ કહેવા માટે શબ્દો ખુટી જાય છે 😊