...

5 views

પથિક
યાત્રાઓ થાય અને સાથે સાથે તેને જાત્રાઓ નું બિરુદ પણ મળે એને શું કહેવાય?
ભારતના માર્ગો અને તેની વિશેષતા જ એ છે કે ગયા ગુજરાત ગમ્યું દીવ તો સોમનાથ ભગવાન, ગંગેશ્વર મહાદેવ, ચક્રતિર્થ સમુદ્ર તટ અને ત્યાં ના મગર વાહને બેસી આવતા ખોડ્યાર માતાના મંદિરના દર્શન નો અલભ્ય લાહવો મળે એ જ તો સોંદર્ય અને ગોરવ ની વાત અને ભાથ છે ભારતની.

આમ ગુજરાત જે ભારત નું ગરવી પ્રાંત છે તેમાં કચ્છ અને સોરાષ્ટ્રા પણ સમાવિષ્ટ છે ને.
જો ભગવાન વૈકુંઠ ભૂલી ને અહી આવે તો ગુજરાતીઓ ની મહેમાન મહિમા ને ભૂલી ન શકે, એક ક્ષણ માટે ભલે વૈકુંઠ ભૂલી જાય.
દ્વારકા અને બેટ દ્વારકા ત્યાંના પ્રખ્યાત મંદિરો.
હનુમાન દાદા નું દાંડી હનુમાન મંદિર તેનો તો મહિમા જ અપાર.
નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દરૂકા વને શાસ્ત્રો માં કેહવાય છે, અને હરસિદ્ધિ માતા અહોભાગ્ય જે નાવિક ની નાવડી બચાવી એનાતો. માતાજી એ ઉદ્ધાર કરાવ્યો સાથે સાથે સોને દર્શન થાય તે માટે ત્યાં જ વસી ગયા હરસિદ્ધિ માતા.
એથી આગળ દળવા ના રાંદલ માતાજી આપે
દર્શન એવા રૂપાળા કે ત્યાજ રહી જવાનું મન થઇ જાય.
હવે જો આટલા દર્શન અને દ્વારિકા ના રળિયામણા દરિયા તટો જેવા કે ઓખા મઢી અને શિવરાજપુર બીચ એટલા સાફ અને સુંદર કે લાગે ખરેખર આ દેવનગરી જ કેહવાય.

હવે જ્યાં ધરતી ધૂણી હોય તોય માતા આશાપુરા એ રક્ષા કરી હોય એવા માતાના મઢ.
આશાપુરા માતા સૌના મનના સપના, કામનાઓ પૂરી કરે છે.કચ્છ ની તો તેઓ ધનિયાણી છે માં...

ત્યાં બજાર માં મનગમતી બંગડી ઓ મળે છે.
જેવી બીજે ક્યાંય જડતી નથી.

આતો થઇ વાત ગુજરાત ની.
ચાલો હવે ભારત ના મહારાષ્ટ્ર ની વાત કરીએ
મુંબઈ ના મુંબા દેવી એ જે મહેર આ માયાનગરી પર કરી છે એવી તો ભાગ્યે જ કોઈ ગ્રામ ની થઇ હશે.

મુંબઈ થી બહાર જતાં નાસિક પુના માર્ગ પર જ્યોતિર્લિંગ ભીમાશંકર ના દર્શન થાય છે.
જે એક કુદરતી ટ્રેક છે.
આગળ જતાં ત્રયંબકેશ્વર મહાદેવ ના પ્રાચીન મંદિર જે એક જ્યોિતિર્લિંગ છે એમના પાવન દર્શન થાય છે.
ગોદાવરી તટ ના દર્શન થાય છે.અહી થી આગળ જતાં ઔરંગાબાદ માર્ગે ધૃષ્નેશ્વર મહાદેવ અંતિમ જ્યોતિર્લિંગ દર્શન દે છે.

સાક્ષાત્ ભગવાન સોમનાથ થી લઇ ને ભગવાન ધૃષ્નેશ્વર ના મંગળ દર્શન ની કેડી એ કેટ કેટલા ગુઘવાતા સુંદર સમુદ્રી તટ છે અને રળિયામણા સ્થળો છે જેની સૂચિ ખૂબ જ લાંબી છે.

ભારતના આ ભવ્ય મંદિરો અને સ્થળો સાથે જોડાયેલી વાયકાઓ તો ખુબજ રસપ્રદ અને ભાવવિભોર કરે એવી છે.

મહારાષ્ટ્ર ના કોલ્હાપુર ના અંબા બાઈ મહાલક્ષ્મી માતા એટલા ખૂબ જ તેજસ્વી છે.
તેમના જેટલા નિકટ જઈએ એટલું દિલ ને ટાઢક પહોચે છે.

એનાથી આગળ પાછા કૃષ્ણ રાહ જોતા હોય એમ પંઢરપુરમા વસતા વિઠોબા અને રૂકમણી
ના દીવ્ય સ્વરૂપ ને જોઈ ને મન ગદગદ થઇ ગયું.

આ દરેક દરેક યાત્રાઓ વખતે મારો પરિવાર મારી જોડે જ હતો.હું મુંબઈ માં જન્મેલી રાજસ્થાની યુવતી પણ ભવ્ય ભારત ની આટલા બધા સ્થળો લગ્ન પેહલતો જોયા હતા જેનો ઉલ્લેખ અહી નથી કર્યો પણ લગ્ન બાદ સ્થળો નો ઉલ્લેખ અચૂક કર્યો છે.

જો કોઈને ઉત્સુકતા થાય તો જરૂર ભારત ભ્રમણ કરી શકે છે અને પોતાની કલમ થી
જાત અનુભવ મારી જેમ લખી શકે છે.









© prachirav