...

19 views

ક્ષણિક હૂંફ
ક્ષણિક હૂંફ'ટૂંકી વાતાઁ'

અનામિકા પોતાના ભત્રીજાના લગ્ન સમારંભમાં પતિ અને દીકરી સાથે સજીધજીને પોતાના ભાઈના ઘરે પહોંચે છે. રંગબેરંગી લાઈટોથી તેનું પિયર સજાવેલું છે. મહેમાનોની અવરજવર ચાલુ હોવાની સાથે સાથે આગતાસ્વાગતા પણ થઈ રહી છે. ભોજનની સુગંધ ઘરની બહારના મેઈનગેટ સુધી આવીને લલચાવી રહી છે. પરફ્યુમની ખુશ્બુ ને તાજા ફુલોની મહેકથી આખું વાતાવરણ મહેકીં રહ્યું હોય છે.
આંગણામાં પ્રવેશતાની સાથે જ મહેમાનોનો મેળાવડો તેની નજરમાં આવે છે. પરંતુ તેને ખૂબ મોડું થઈ ગયું હોવાથી તે કોઈને પણ મળ્યા વગર ઘરની અંદર જવાને ઉતાવળ કરે છે. અનામિકા ઉતાવળે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરનાં...