...

1 views

#સસ્પેન્શન #ગુજરાતી
અંકુશ નું મન પોતાના અંકુશ માં જ હતું .પરંતુ એષણાઓ પર કોઈ અંકુશ નહોતો .ખેર આ તો એની ઐતિહાસિક વાત થઈ . એ બધા પાસેથી ઊધાર લઈ ને પોતાની મમ્મી પપ્પા ની ઈચ્છા પુરી કરી રહ્યો હતો.એના ખિસ્સા ખર્ચ જેટલા પૈસા તો હતા પણ તે તેણે મિત્રો પાછળ ધુમાડો કરી નાંખ્યા હતા.પણ જ્યારે તેને લાઈટ થઈ તો મમ્મી પપ્પાની મહામૂલી બચત ને ફ્રીઝ કરી દીધી.
એણે બુદ્ધિ થી કામ લીધું .જીવન નિર્વાહ જેટલો ખર્ચ તે મિત્રો ,ઓળખીતાઓ કે અન્ય કોઈ પાસેથી મેળવવી લેતો .હું એનો અંગત ગણી શકાય તેવો મિત્ર હોવા છતાં તે શાંતિથી બધુંજ સંભાળી લેતો પણ મનમાં કાંઇક ધરબી રાખતો .મન ખુલ્લું કરી ને વાત કરતો નહીં .મને તેના પર ગુસ્સો અને દયા આવતાં .સાચું કહું તો તો તેને લઈ ને હું હમેશા કન્ફ્યૂઝ રહેતો..!
પણ આજે એનો 'બે ત્રણ દિવસ નો જ સવાલ છે, '-શબ્દ મારે કાને પડ્યો તો મારૂં મન ગુસ્સામાં હોવા છતાં ચગડોળે ચડયું ...આટલી શાંતિ થી માણસ કઈ રીતે રહી શકે...??જ્યારે ડગલે ને પગલે દેણદારો અપમાનિત કરતા હોય ...જ્યારે માણસ પોતાના કેરિયરનાં અંતિમ પડાવ પર હોય !! મને હવે આ અંકુશિયા પર શંકા જવા લાગી કે બે ત્રણ દિવસમાં આ ભાગી છૂટવાનો પ્લાન તો નથી બનાવી રહ્યોને ? જો એવું થાય તો એના મિત્ર તરીકે મારી શું વલે થાય ? - કલ્પના પણ ધુજાવી ગઈ .!મેં મનોમન ભગવાન ને પ્રાર્થના કરી લીધી કે સૌ સારાં વાનાં કરજો ભગવાન !
મસ્ત ચ્હા પીધી. ફ્રેશ થઈ ને હોસ્ટેલ બ્લોક પર પરત ફર્યા .તે હવે આનંદ માં લાગતો હતો એ જ તો કોયડો હતો .મેં આજે તેને પલોટવાનું નક્કી કર્યું હતું એટલે હોસ્ટેલ માં રૂમ ને અંદર થી લોક કરી દીધું અને પુછ પરછ ચાલુ કરી .."ભાઈ આટલું બધું દેવું..દેવાદાર ..અપમાન..ધુત્કાર ..ધમકીઓ..અને ઊપરથી આ ડીગ્રી નું છેલ્લું સેમેસ્ટર...!!આ બધું તું કઈ રીતે મેનેજ કરીશ ..? તારી વાત પર થી તો તું આત્મહત્યા કરવાનો હોય એવું લાગે છે....!
હું આજથી તારૂં અપમાન ..ધમકીઓ સહન કરવા નથી માંગતો..! જો તું મને તારો અંગત મિત્ર માનતો હોય તો કહે ..નહીં તો આપણી મિત્રતા પુરી...તારી પાસે કોઈ પ્લાન હોય તો જણાવ ..જો હું મદદરૂપ થઈ શકું..પણ એક વાત સમજી લે કે તારૂં કરજ ફિટાવી શકું તેવી ત્રેવડ મારા માં નથી પણ ..દોસ્તી ખાતર કાંઈક રસ્તો વિચારવા લાગું..!!" મને આટલું ભાષણ કરતાં તો હાંફ ચઢી ગઈ !
મિત્ર ની અવ ઢવ જોઈ મેં હિંમત આપી કે તું મને અંગત મિત્ર ગણતો હોય તો જ ..અને હું તને સોગંધ પણ નહીં આપું..!!
અંકુશે પોતાના હ્રદમ અને મન પર રાખેલો અંકુશ ઢીલો કર્યો અને મને જે કહ્યું તેનો સાર આ મુજબ હતો..' બાળપણ માં તેના મમ્મી પપ્પા ખુબ મોટી રકમ મૂકી ને અકસ્માતમાં મરણ પામ્યા હતા.અને દાદી એ તેને ઊછેર્યો હતો. થોડીક મૂડી હાથ પર રાખી ને પરચુરણ ખર્ચ કરતાં .બાકી ની રકમ ઓટો ફિક્સ ડિપોઝીટ તરીકે અંકુશ ના નામે બેંક માં મુકી આપેલી ..પણ વિલ માં એવી જોગવાઈ કરેલી કે અંકુશ પચ્ચીસ વર્ષ નો થાય ત્યારે આ રકમ એ ઊપયોગ માં લઈ શકે..! હવે બે ત્રણ દિવસ રાહ જોવાની હતી. તું મારા અભાવ અને ડરામણી પરિસ્થિતિ માં પણ મારી પડખે રહ્યો છે એટલે વાત કરૂં છું બાકી મારા સિવાય મારા પપ્પા ના વકીલ મિત્ર સિવાય કોઈ જાણતું નથી..અને એ વકીલ મિત્ર ની પુત્રી આકાંક્ષા સાથે સાથે મારૂં વેવિશાળ પણ મારા આ બર્થ ડે પર નક્કી થવાનું છે..!પણ ત્યાં સુધી બધું જ સસ્પેન્સ રાખવાનું છે..વકીલ અંકલ બે દિવસમાં અમારા માદરે વતન પહોંચશે પછી બધો ઘટસ્ફોટ થશે !આકાંક્ષા પણ એકની એક પુત્રી હોઈ વકીલ અંકલ ના વ્યવસાય માં અમે બંન્ને જોતરાઈ જઈશું ગુજરાત હાઇકોર્ટે માં તેમની પ્રેક્ટિસ જોરદાર ચાલે છે ...અને એક ઓર સરપ્રાઇઝ તારા માટે કે તું પણ મારા આસિસ્ટન્ટ તરીકે ફીક્સ છે....!! પ ણ બે ત્રણ દિવસ પછી..!!અત્યારે આપણે મૂળ પરિસ્થિતિ પર પાછા આવી જઈએ .કોઈને કાંઈ ગંધ આવવી જોઈએ નહીં..!!
હું અવાક્ !!?(ત્રણ દિવસ સુધી .!.)

© Bharat Tadvi