...

11 views

ચા અને ચાનું a love story....

ચા અને ચાનું

જય શેષ મોગલ જય સરસ્વતી માં

ચા એટલે બસ ચા... શબ્દો કયાં મળે છે, ચા ના બંધાણી ને ચા માટે..

ચા અને ચાનું એટલે એક બંધણ ચા નું પણ અને કદાચ પ્યારનું પણ...

હું વિપુલ ડી. રબારી આપણી સમક્ષ રજુ કરુ છુ એક ચા નું બંધન એક ચા (ચાહત) સુધી...

આપણી નાયિકા એટલે ચાહત દેસાઈ અને આપણો નાયક એટલે ચીમનલાલ મહેતા.. 😀😀ચીમનલાલ ની ઉંમર નામ પરથી ના આંકતા.. એ માત્ર ૨૫ વષઁનો જ છે હા નામ મોટુ છે😃😀😀

ચીમનલાલ મહેતા.. મહેતા એન્ડ કંપનીનો એક માત્ર વારસદાર

ચાહત દેસાઈ... દેસાઈ પરીવારની એક માત્ર લાડકવાયી દિકરી

છેલ્લા ૨૦ વષઁથી ચીમનલાલ સમજતો થયો ત્યારથી સવારે ઉઠતા જ એને ચા જોઈએ sorry આદુ ઈલાયતી મરી લવીંગ સહીતની ચા..

ચીમનલાલ પાસે પાસે પૈસો ખુબ હતો અને હોય જ ને અમન મહેતા (અમદાવાદની મહેતા એન્ડ કંપનીના ફાઉન્ડર) નો એક માત્ર દીકરો પણ પોતે સ્વભાવે શાંત વિવેકી અને સમજુ..

સુરજ ઉગ્યો નથી ને ચીમનલાલ ઉઠયો નથી..

ઉઠતાવેંત મમ્મી ચા... નોકર ચાકર ઘરમાં ખરા પણ ચીમનને સવારે મમ્મી ના હાથ ની જ ચા જોઈએ.. ચીમનની ચા વગરની સવાર એટલે જાણે સુરજ વગરની સવાર જે શકય જ નથી..

આકાશ દેસાઈ અને તેમના ૩ ભાઈ તેમના પરીવાર સાથે ઘણા વષોઁથી અમદાવાદ માં જ સ્થાયી થયા હતા.. પોતે સરકારી કમઁચારી હતા અને નિષ્ઠાથી ઈમાનદારી પુવઁક કામ કરતા હતા. ચાહત, આકાશ દેસાઈ ની જ નહી પરંતુ આખા દેસાઈ પરીવારની એક માત્ર દીકરી સંતાન હતી. એટલે સૌની લાડકવાયી..

ચીમનલાલ મહેતા પોતે એમ. કોમ છે અને પપ્પાનો બિઝનેશ સંભાળે છે ( પપ્પાના દબાણથી) બાકી ચીમનને રસ જરાય નથી. એનુ તો બસ ચા સુધી દેશી કાફે ખોલવામાં જ રસ છે પણ અમન મહેતા હા ના કયાઁ કરે છે..

ચાહત દેસાઈ પોતે બી. કોમ છે અને ચાહત ને લેખિકા બનવું છે..

ખાસ નોંધ : ચાહત દેસાઈ માટે ચા એટલે નિકોટીન.. હા કોફી પીવે પણ એક થી બે દિવસમાં... અને આપણો નાયક બંધાણી ચા નો એટલો કે what's app, Facebook, Instagram etc પર સ્ટેટસ ચા ના જ હોય.. કોઈ પુછે તો પાછો શાયર બની જાય " અમે તો બંધાણી છીએ ચા ના અને અમારો કવિ પણ .. "

હવે જોઈએ ચાહત થી ચા અને ચીમનલાલ થી ચાનું સુધીની સફર ચા સાથે... આ લખતા લખતા કેટલી ચા જશે.. રામ જાણે 😀😀

ચીમનના બઉ...