થાક લાગ્યો છે હવે જિંદગીનો બવું
જખ્મો કેટલાય દિલમાં દબાવી બેઠો છું ,
મહેફિલ જામી છે જિંદગીની રંગીન સંગીન બહું ,
પણ કફનમાં પોતાની જાત સંતાડી બેઠો છું.
કહે છે ઘણાં દોસ્ત મુજને કેમ આમ અળગો રહે છે તૂં,
કહું તો શું કહું, ને કેવી રીતે કહું દોસ્ત હું તમને.
જૂઠી હસીના નકાબ પાછળ ગમ છુપાવી બેઠો છું ,
હશીન આ મહેફિલને કયાંક ગ્રહ ન લાગે માટે ,
મારા દુઃખ,દર્દને મહેફિલમાં છુપાવી બેઠો છું.
કહું તો શું કહુંને , મનની વાત મનમાં ધરુ છું ,
દિલથી જુબાન સુધીનો રસ્તો લાંબો છે બહુ,
ને 'અસ્વિન' થાક લાગ્યો છે હવે જિંદગીનો બવું.